તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
ભાણવડના ધ્રામણીનેશમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

ખંભાળીયા તા. પઃ ધ્રામણીનેશ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સર્વલન્સ સ્ટાફના હકિકત આધારે ધ્રામણીનેશથી દક્ષીણ દીશા તરફ આવેલ ખોડીયાર ઝરમાં ચેક ડેમની પાસે બાવળની કાંટાળી ઝાળીમાં જાહેરમાં દેશી દારૂ બનાવવાની કાચી ભઠ્ઠી સાથે દેશી દારૂ બનાવવાનો આથો કુલ લી.૨૨૦૦ કી.રૂા.૫૫,૦૦૦/- નો મુદામાલ શોધી કાઢેલ છે.
આરોપી જીવણભાઇ ગલાભાઈ મોરી રહે. ધ્રામણીનેશ રાણપર ગામ તા.ભાણવડ ફરાર થઇ ગયેલ છે.
ભાણવડ પો.સ્ટે. પો.ઇન્સ.શ્રી કે.જે.કરપડા ભાણવડ પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફ ASI દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા HC નારણભાઇ પબાભાઇ બેલા તથા જીતુભાઈ સામરાભાઇ જામ તથા કિશોરસિંહ ચંદુભા જાડેજા તથા તથા ભ્ઘ્ લાલાભાઇ ફોગાભાઇ ખાટલીયા તથા ફોરેસ્ટ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર મુકુંદભાઇ સોઢા તથા ફોરેસ્ટ ગાર્ડ રામદેભાઇ કોટા નાઓએ કરેલ.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
