<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

ગોંડલના મેતાખંભાળીયા ગામે જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ પકડાયા

કેશુ પટેલ રૂમ ભાડે રાખે જૂગાર રમાડતો'તોઃ સુલતાનપુર પોલીસનો દરોડો

રાજકોટ તા. પ :.. ગોંડલના મેતાખંભળીયા ગામે મકાનમાં ચાલતા જૂગારના હાટડા ઉપર સુલતાનપુર પોલીસે દરોડો પાડી જૂગાર રમતા ૭ શખ્‍સોને ઝડપી લીધા હતાં.

ગોંડલના મેતાખંભાળીયા ગામે ખરાવાડ વિસ્‍તારમાં આરોપી કેશુ પરવાડીયા રૂમ ભાડે રાખી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા સુલતાનપુર પોલીસે દરોડો પાડી જુગાર રમતા (૧) કેશુભાઇ વાલજીભાઇ પરવાડીયા ધંધો ખેતી રહે. મેતાખંભાળીયા (ર) શૈલેષભાઇ જીવરાજભાઇ છત્રોલા ધંધો ખેતી રહે. મેતાખંભાળીયા, (૩) ગુણવંતભાઇ બાવનજીભાઇ મકવાણા ધંધો ખેતી  રહે. મેતાખંભાળીયા (૪) કીશોરભાઇ વિઠ્ઠલભાઇ ગોડવૈષ્‍ણવ ધંધો વેપાર રહે. મેતાખંભાળીયા (પ) બાબુભાઇ દેવરાજભાઇ ઇસોટીયા ધંધો ખેતી રહે. મેતાખંભાળીયા (૬) કરસનભાઇ ઉર્ફે કચરાભાઇ મગજનભાઇ લુણાગરીયા ધંધો ખેતી રહે. કેશવાળા તા. ગોંડલ (૭) બાબુભાઇ ઉકાભાઇ રાઠોડ, રહે. મેતાખંભાળીયા તા. ગોંડલને રોકડા રૂા. ૩૬,૪૦૦ તથા મો. ફોન નંગ ૭ મળી કુલ રૂા. ૬ર,૪૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

(1:18 PM IST)