<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વોર્ડ નં.ર માં કસ્‍તુરબા રોડ પર નવુ આરસીસી બોકસ કલવર્ટ બનાવાશે

કુલ ૧.૯૯ કરોડના નગરસેવકોના કામને સ્‍ટેન્‍ડીંગની મંજુરી

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૨માં રૂા.૧.૯૯ કરોડના કસ્‍તુરબા રોડ પર પ્રભુકળપા હોસ્‍પિટલની બાજુમાં આવેલ હૈયાત મેશનરી આર્ચ બ્રિજ દૂર કરી નવું RCC બોકસ કલવર્ટ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરઓ દક્ષાબેન વાઘેલા, મીનાબા જાડેજા, શૈલેષભાઇ વસાણી તથા ધૈર્ય પારેખ દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશ પિપળીયા તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે

(3:18 PM IST)