તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
વડોદરામાં ફાયર વિભાગ જાગ્યું : શહેરભરમાં ફાયર સેફ્ટી નિયમોના પાલનની ચકાસણી માટે વિશેષ અભિયાન શરૂ
શહેરના ચારેય ઝોનમાં ફાયર સ્ટેશનોની ટીમો દ્વારા વિવિધ વ્યાવસાયિક સંકુલો, મોલ, હોસ્પિટલ અને જાહેર સ્થળોની તપાસ:અત્યાર સુધીમાં 600થી વધુ એવા સ્થળોને નોટિસ ફટકારી જ્યાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાયું

વડોદરા :દિલ્હીમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ વડોદરા ફાયર વિભાગ સક્રિય બન્યું છે અને શહેરભરમાં ફાયર સેફ્ટી નિયમોના પાલનની ચકાસણી માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના ચારેય ઝોનમાં આવેલી ફાયર સ્ટેશનોની ટીમો દ્વારા વિવિધ વ્યાવસાયિક સંકુલો, મોલ, હોસ્પિટલ અને જાહેર સ્થળોની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 600થી વધુ એવા સ્થળોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું છે.
ફાયર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નોટિસ આપ્યા બાદ પણ જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે હાઈવે પર આવેલા એક મોલમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં ફાયર એલાર્મ સિસ્ટમ કાર્યરત છે કે નહીં તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. ફાયર વિભાગનું કહેવું છે કે આગ જેવી દુર્ઘટનાઓને અટકાવવા માટે નિયમોનું કડક પાલન અત્યંત જરૂરી છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
