News of Friday, 5th June 2026
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝનું જામનગર એરપોર્ટ ખાતે આગમન : મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું : રાષ્ટ્રપતિ દ્વારા ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ નિમિતે જામનગર આર.ટી.ઓ. ખાતે વૃક્ષારોપણ કરાયું : જુઓ વિડીયો
સ્વાગતમાં જામનગરના મેયર મોનિકા વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, વેનેઝુએલામાં ભારતના રાજદૂત પી.કે. અશોક બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : બોલિવેરિયન રિપબ્લિક ઓફ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ આજે જામનગરની મુલાકાતે પધાર્યા છે, ત્યારે તેઓનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિશ્રીના સ્વાગતમાં જામનગરના મેયર મોનિકા વ્યાસ, જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, વેનેઝુએલામાં ભારતના રાજદૂત પી.કે. અશોક બાબુ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રીએ જામનગર આર.ટી.ઓ. (પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગની કચેરી) ખાતે ‘‘વિશ્વ પર્યાવરણ દિન’’ના અવસરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં જ નહીં, પરંતુ માનવજીવનને શુદ્ધ હવા, છાંયો અને કુદરતી સંસાધનો પ્રદાન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
આ કાર્યક્રમમાં જામનગરના નાયબ વન સંરક્ષક અરુણ કુમાર તથા અન્ય અધિકારીશ્રીઓ સહભાગી થયા હતા.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
