<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

એડવોકેટ અને નોટરી કેતન મંડનો જન્‍મ દિવસ : શુભેચ્‍છાવર્ષા

રાજકોટ તા. ૧૦ : એડવોકેટ અને નોટરી કેતનભાઇ વી. મંડનો આજે જન્‍મ દિવસ છે. ધારાશાષાી શ્રી રાજશીભાઇ વારોતરીયાના માર્ગદર્શન હેઠળ વકીલાત ક્ષેત્રમાં ઝંપલાવી રેવન્‍યુ ક્ષેત્રે સારી નામના હાંસલ કરી છે. રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ કારોબારી સભ્‍ય એવા કેતનભાઇ વોઇસ ઓફ લોયર્સ સ્‍પોર્ટસ ફાઉન્‍ડેશન, રાજકોટ રેવન્‍યુ બાર એસોસીએશન અને વિવિધ બાર એસોસીએશન સાથે તેમજ વિવિધ સંસ્‍થાઓ  સાથે સંકળાયેલા છે. ગુજરાત આહીર કેળવણી મંડળના કારોબારી સભ્‍ય છે. મુળ વડાળી ગામના વતની છે અને નિવૃત્ત તલાટી મંત્રી વાજસુરભાઇ મંડના પુત્ર થાય છે.  આજે તેમના જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૮૨૪૮ ૮૫૩૪૬ છે.

(12:17 PM IST)