<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો: સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિક્ટોરિયા પહોંચ્યા, ભારતીય સમુદાયે પલકપાંવડે કર્યું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત : ​છેલ્લાં ૪૪ વર્ષનો આ સર્વશ્રેષ્ઠ અને સૌથી યાદગાર દિવસ હોવાની લાગણી સાથે પ્રવાસી ભારતીયો ભાવુક થયા: ત્રિદિવસીય ઐતિહાસિક રાજકીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની વચ્ચે દ્વિપક્ષીય સહયોગ અને દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા વ્યાપક મંત્રણા યોજાશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી5:49 PM IST

‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘ભારત ટેક્સી’નો ગુજરાતમાં શુભારંભ : ’ભારત ટેક્સી’ નવી સેવાનુ ગુજરાતમાં લોન્ચિંગ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વધુ મજબૂત કરવાનો સંકલ્પ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત ગુજરાતનાં ૧૪ પ્રમુખ શહેરોમાં ‘ભારત ટેક્સીનો શુભારંભ : ‘ભારત ટેક્સી’ના માધ્યમથી ગુજરાત સહિત દેશના ટ્રાન્સપોર્ટેશન અને મોબિલિટી ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ4:34 PM IST

વ્હાઇટ હાઉસમાં ભારત-અમેરિકા સંબંધોનો નવો સૂર્યોદય : આગામી ૨૦૨૭ની શરૂઆતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ભારતની મુલાકાત : વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સત્તાવાર પુષ્ટિ કરી : બંને વૈશ્વિક સત્તાઓ વચ્ચે વ્યાપારી અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે ખુદ વિદેશ મંત્રી રુબિયો ભારત પ્રવાસે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પ્રમુખ ટ્રમ્પના સંબંધો દ્વિપક્ષીય દોસ્તીનો સૌથી મોટો મજબૂત આધાર હોવાનું અમેરિકાએ સ્વીકાર્યું : બહુપ્રતીક્ષિત ગ્રાન્ડ ટ્રેડ ડીલને અંતિમ ઓપ આપવા અને આ ઐતિહાસિક વીવીઆઈપી પ્રવાસના આયોજન માટે વિદેશ મંત્રી માર્કો રુબિયો પોતે ટૂંક સમયમાં જ ભારતની મુલાકાતે આવશે.12:10 PM IST

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકના સૂચનથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ કમિશનર ડો. કરણરાજ વાઘેલા અને નાયબ પોલીસ કમિશનર બિશાખા જૈનની કડક કાર્યવાહી : ૧૨૧ સાયબર આરોપીઓ ઝડપાયા : સુરતના પોશ વિસ્તારોથી લઈને મુંબઈ અને દિલ્હી સુધી નેટવર્ક બિછાવનાર ઉચ્ચ શિક્ષિત ગેંગનો પર્દાફાશ : પકડાયેલા આરોપીઓમાં ૧૩ એન્જિનિયર, ૨ ડોક્ટર, ૨ વકીલ અને ૧૮ ગ્રેજ્યુએટનો સમાવેશ : ગુજરાતના કુલ ૮૮ આરોપીઓમાંથી ૫૧ માત્ર સુરતના હોવાનું ખૂલ્યું : સાયબર ક્રાઇમ વિભાગની તમામ નાગરિકોને અપીલ - લોકો કોઈપણ અજાણ્યા ફોન કે વીડિયો કોલથી સાવચેત રહે, રોકાણની લોભામણી જાહેરાતોમાં ન ફસાય, કેવાયસી અપડેટના નામે આવતી લિંક પર ક્લિક ન કરે અને રિમોટ એક્સેસ એપ્લિકેશન ક્યારેય પણ ડાઉનલોડ ન કરે10:58 AM IST

આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયથી જ લોકકલ્યાણનો નવો રાહ કંડારાશે :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય કર્યો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના શેલા ખાતે ‘શ્રી નિત્ય શાંતિ ભવન’નું લોકાર્પણ : રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં મહોત્સવ યોજાયો : શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ:વડાપ્રધાને પાલી અને પ્રાકૃત ભાષાઓને ‘ક્લાસિકલ લેંગ્વેજ’નો દરજ્જો આપીને જૈન સાહિત્યના અમૂલ્ય ગ્રંથોના રક્ષણનું ભગીરથ કાર્ય કર્યું : ભૌતિક સુખ-સુવિધાઓથી ઉપર એક એવી સુખ-શાંતિ છે, જે આધ્યાત્મિક માર્ગે જ પ્રાપ્ત થશે : સંતો અને સાધુ-ભગવંતોના આશીર્વાદથી સૌને સાથે મળીને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ માટે કટિબદ્ધ થવા મુખ્યમંત્રીનુ આહવાન12:27 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST