તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
લક્ષ્મીનગરના વિનોદભાઇનું કૂવામાં પડી જવાથી મોત થયું
એ. જી. ચોક પાસે બનાવઃ એકલવાયુ જીવન જીવતા હતાં

રાજકોટ તા. ૨૭: શહેરના નાના મવા રોડ પર લક્ષ્મીનગર-૬માં ભાડાના મકાનમાં રહેતાં વિનોદભાઇ ગણેશભાઇ પરમાર (ઉ.વ.૪૫) નામના આધેડ કાલાવડ રોડ પર એ. જી. ચોક પાછળ કૂવામાં પડી જતાં મોત થયું હતું.
બનાવની જાણ થતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તેઓ બે ભાઇમાં મોટા અને અપરિણીત હતાં. તેમજ પાનની કેબીન ચલાવતાં હતાં. એકલવાયા જીવનથી કંટાળીને પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.
(3:20 PM IST)










