<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

રાવણે તો માતા સીતાને ચોર્યા હતા પણ આ લોકોએ તો... રામ મંદિર દાન ચોરી અંગે બાબા બાગેશ્વરનું મોટું નિવેદન

બાગેશ્વર ધામના ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીએ આરોપીઓને ‘આધુનિક રાવણ' ગણાવ્‍યાઃ સરકારી દંડ ઉપરાંત ભગવાન પણ મહાદંડ આપશે

બાગેશ્વર,તા.૨૭: અયોધ્‍યા રામ મંદિરના દાન પાત્રમાંથી કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાનો મામલો હવે દેશભરમાં ગરમાયો છે. આ ગંભીર મુદ્દે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાસ્‍ત્રીએ અત્‍યંત આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપીઓની સરખામણી રાવણ સાથે કરતા જણાવ્‍યું કે, આ લોકો પણ રાવણ જ છે, બસ તેમના રૂપ બદલાઈ ગયા છે. રાવણે માતા જાનકીનું હરણ કર્યું હતું, જ્‍યારે આ લોકોએ રામ મંદિરના દાન પાત્રમાંથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્‍થા, શ્રદ્ધા અને ભરોસો ચોર્યા છે. તેમણે ઉમેર્યું કે, સીતાજીનું હરણ કરનાર રાવણના વંશનો નાશ થયો હતો, તેમ રામ મંદિરમાં ચોરી કરનારાઓને સરકારી દંડ તો મળશે જ, પરંતુ ભગવાન પણ તેમને મહાદંડ આપશે

(3:42 PM IST)