તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરે જગાવી ચર્ચાઓ: શું ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અભિનેત્રી માહિકા શર્મા સાથે ગુપચૂપ લગ્ન કરી લીધા છે?
તસવીરમાં માહિકાની માંગમાં સિંદૂર અને કપાળ પર લાલ બિંદી જોવા મળતા ચાહકોમાં કુતૂહલ; હાર્દિકના કપાળ પર પણ તિલક દેખાતા લગ્નની અટકળો તેજ બની

મુંબઈ:ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હંમેશા પોતાની રમતની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. આ વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરે ફરી એકવાર ક્રિકેટ જગત અને ગ્લેમર વર્લ્ડમાં ભારે હલચલ મચાવી દીધી છે. ઇન્ટરનેટ પર ઝડપથી ફરી રહેલી આ તસવીરમાં હાર્દિક પંડ્યા અને અભિનેત્રી તથા મોડલ માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યા છે, જેને લઈને બંનેએ ગુપચૂપ રીતે લગ્ન કરી લીધા હોવાની જોરશોરથી અટકળો ચાલી રહી છે.
વાયરલ થયેલી આ તસવીરની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં માહિકા શર્માના વાળમાં સિંદૂર અને કપાળ પર લાલ બિંદી સ્પષ્ટપણે જોઈ શકાય છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા પણ પરંપરાગત વેશભૂષામાં જોવા મળે છે અને તેના કપાળ પર તિલક પણ લગાવેલું છે. તસવીરમાં આ જોડી એક વૃદ્ધ મહિલા સાથે પોઝ આપતી નજરે પડે છે, જેઓ માહિકાની માતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ જોડાણને જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને આ કપલે ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા હોવાની વાતને વેગ મળ્યો છે.
નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા અને માહિકા શર્માના સંબંધો વિશે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હજુ સુધી આ તસવીરની સત્યતા કે લગ્નના સમાચારો અંગે બંનેમાંથી કોઈએ સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેમજ તસવીરમાં તેમની સાથે રહેલી મહિલા ખરેખર કોણ છે, તે અંગે પણ કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાના લગ્ન અગાઉ નતાશા સ્ટેનકોવિક સાથે થયા હતા, જેમને એક પુત્ર અગસ્ત્ય પણ છે. વર્ષ 2024માં હાર્દિક અને નતાશાના છૂટાછેડા થયા હતા. હવે માહિકા સાથેના આ લેટેસ્ટ ફોટાએ ફેન્સમાં કુતૂહલ સર્જ્યું છે કે શું ક્રિકેટર ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાયો છે. હાલ આ ફોટો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
