<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ગોંડલમાં તાજીયા જોવા પૂલ પર ઉભેલો આશિષ ખાડામાં પટકાયો

 

રાજકોટ તા. ૨૭: ગોંડલમાં સરકારી હોસ્‍પિટલ પાસે રહેતો આશિષ અશોકભાઇ મકવાણા (ઉ.વ.૧૮) રાતે સાડા અગીયારેક વાગ્‍યે ઘર નજીક નદીના પૂલ પર તાજીયા જોવા ઉભો હતો ત્‍યારે અકસ્‍માતે પૂલ પરથી ખાડામાં પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આશિષ ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો છે અને છુટક મજૂરી કરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(11:10 AM IST)