News of Saturday, 27th June 2026
ભારતીય ક્રિકેટ ટીમનો શરમજનક ધબડકો: આયર્લેન્ડે પહેલીવાર ભારતને હરાવીને રચ્યો ઈતિહાસ : T- 20 મેચમાં ૩૪ રનથી આપી માત
માત્ર ૨૦ બોલમાં ૨ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે ૫૦ રન ફટકારનાર અભિષેક સિવાય કોઈ પણ બેટ્સમેન ક્રીઝ પર ટકી શક્યો નહીં

નવી દિલ્હી: સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાઈ રહેલી T20I શ્રેણીની પહેલી મેચમાં આયર્લેન્ડે ભારતને 34 રનથી હરાવ્યું. આયર્લેન્ડ માટે આ વિજય ઐતિહાસિક છે. આયર્લેન્ડે પહેલી વાર ભારતને હરાવ્યું છે. 183 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત 18.5 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઈ ગયું. 183 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી. સેમસન (5), ઇશાન કિશન (1) અને કેપ્ટન શ્રેયસ ઐયર (3) શરૂઆતમાં આઉટ થઈ ગયા. અભિષેક શર્મા એકમાત્ર બેટ્સમેન હતો જેણે પોતાની ક્ષમતાનો ઉપયોગ કર્યો. અભિષેકે 20 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં બે છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા. તિલક વર્મા (19), શિવમ દુબે (25) અને અક્ષર પટેલ (15) તેમની સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યા. નિયમિત અંતરે વિકેટ ગુમાવી રહેલી ભારતીય ટીમ ૧૮.૫ ઓવરમાં ૧૪૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ૩૪ રનથી મેચ હારી ગઈ.આયર્લેન્ડ માટે મેથ્યુ હમ્ફ્રીસે ૩ વિકેટ, મેથ્યુ હોલાર્ડે ૩ વિકેટ, જય મુન્દ્રાએ ૨ વિકેટ અને લિયામ મેકકાર્થી અને ગેરેથ ડેલાનીએ ૧-૧ વિકેટ લીધી.અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, આયર્લેન્ડે ૯ વિકેટે ૧૮૨ રન બનાવ્યા. કેપ્ટન ટકરે ૩૬ બોલમાં ૨ છગ્ગા અને ૫ ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા. ડેલાનીએ પણ આઉટ થયા પહેલા ૩૨ બોલમાં ૩ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી ૪૯ રન બનાવ્યા.ભારતીય ટીમ માટે, જમણા હાથના ઝડપી બોલર હર્ષિત રાણાએ શાનદાર બોલિંગ કરી, ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૩ વિકેટ લીધી. અર્શદીપ સિંહે ૪ ઓવરમાં ૨૮ રન આપીને ૨ વિકેટ લીધી. શિવમ દુબેએ ૩ ઓવરમાં ૧૮ રન આપીને ૧ વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદર મોંઘો બોલર રહ્યો. તેણે 1 ઓવરમાં 19 રન આપ્યા અને કોઈ વિકેટ લીધી નહીં. અક્ષર પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી. જમણા હાથનો ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણા ભારત માટે સૌથી મોંઘો બોલર રહ્યો. કૃષ્ણાએ 4 ઓવરમાં 57 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
