તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
એન્સી સોજને તોડ્યો અંજુ બોબી જ્યોર્જનો ર૨ વર્ષ જૂનો રેકોર્ડ: લોંગ જમ્પમાં ૬.૮૮ મીટરના કૂદકા સાથે રચ્યો નવો રાષ્ટ્રીય ઈતિહાસ

નવી દિલ્હી : ભારતીય એથ્લેટિક્સમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. લાંબી કૂદની સ્પર્ધામાં ભારતની સ્ટાર એથ્લેટ એન્સી સોજને ૨૨ વર્ષ જૂના રાષ્ટ્રીય રેકોર્ડને તોડીને ઈતિહાસના પાને પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. ૨૫ વર્ષીય એન્સી સોજને ૬.૮૮ મીટરની શાનદાર છલાંગ લગાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
આજે શનિવારના રોજ ભુવનેશ્વર (ઓડિશા) ખાતે ચાલી રહેલી 'નેશનલ ઇન્ટર-સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ'માં એન્સી સોજને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવીને અંજુ બોબી જ્યોર્જનો ૨૨ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
આ અગાઉ રાષ્ટ્રીય રેકોર્ડ દિગ્ગજ એથ્લેટ અંજુ બોબી જ્યોર્જના નામે હતો. અંજુ બોબી જ્યોર્જે વર્ષ ૨૦૦૪માં એથેન્સ ઓલિમ્પિક્સ દરમિયાન ૬.૮૩ મીટરની કૂદ લગાવીને આ રેકોર્ડ બનાવ્યો હતો, જે છેલ્લા ૨૨ વર્ષથી અકબંધ હતો. જોકે, હવે એન્સી સોજને તેમાં ૦.૦૫ મીટરનો સુધારો કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
એન્સી સોજનની આ સિદ્ધિને રમત જગતમાં ભારે સરાહના મળી રહી છે. રમત પ્રેમીઓ અને એથ્લેટિક્સ નિષ્ણાતો તેને ભારતીય એથ્લેટિક્સ માટે એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી રહ્યા છે.
એન્સીએ પોતાની મહેનત અને સમર્પણથી સાબિત કર્યું છે કે ભારતીય ખેલાડીઓ વૈશ્વિક સ્તરે નવા માપદંડો સ્થાપિત કરવા માટે સક્ષમ છે. આ રેકોર્ડબ્રેક પ્રદર્શન સાથે એન્સી સોજન હવે આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે પણ મજબૂત દાવેદાર બની ચૂકી છે.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
