તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
ડાંગમાં ફરી બદલાયું વાતાવરણ : સાપુતારામાં વાદળોનો અદભૂત નજારો : બે દિવસના વિરામ બાદ ધુમ્મસની સફેદ ચાદર ફરી છવાઈ, ટેબલ પોઈન્ટ-સનરાઈઝ પોઈન્ટ પર વાદળોનું સામ્રાજ્ય જોવા ઉમટ્યા પ્રવાસીઓ
ગુજરાત રાજ્યના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ઠંડકભર્યો માહોલ : કુદરતી સૌંદર્યનો અદ્ભૂત નજારો સર્જાયો : ધુમ્મસભર્યા વાતાવરણમાં પ્રવાસીઓએ માણી યાદગાર પળો : કેમેરામાં કેદ કર્યા મનમોહક દૃશ્યો

રાજકોટ તા.૨૭ : બે દિવસના વરસાદી વિરામ બાદ ડાંગ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો જોવા મળ્યો છે. રાજ્યના લોકપ્રિય હિલ સ્ટેશન સાપુતારામાં ધુમ્મસની સફેદ ચાદર ફરી છવાઈ જતા સમગ્ર વિસ્તાર ઠંડકભર્યા માહોલમાં રંગાયો છે.
ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પર વાદળોનું સામ્રાજ્ય જોવા મળતા કુદરતી સૌંદર્યનો અદ્ભૂત નજારો સર્જાયો છે. વાદળો વચ્ચે ડુંગરો સંતાકૂકડી રમતા હોય તેવા દૃશ્યો સર્જાતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
આ મનમોહક દૃશ્યોને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ યાદગાર પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. વાતાવરણમાં આવેલી ઠંડકથી લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.
ચોમાસાની શરૂઆત સાથે જ સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. હાલ વેકેશનની સિઝન પૂરી થઈ હોવા છતાં વિકેન્ડમાં પ્રવાસીઓની ભીડ જામી રહી છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
