News of Saturday, 27th June 2026
TRPમાં ‘ગંગા માઈ કી બેટિયાં' એ મારી બાજીઃ ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨' નો ટોપ ૫માં જલવો
ટોપ ૫માંથી અનુપમા સીરિયલ આઉટ થઈ ગઈ છે

મુંબઈ,તા.૨૭: બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) એ ૨૪મા અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ જારી કર્યો છે. આ રેટિગમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલી સીરિયલ ટોપ સ્પોટ માટે સંઘર્ષ કરી રહી છે જ્યારે નવો શો ચાર્ટ પર છવાઈ ગયા છે.
અનેક નવા શોએ ટોપમાં પોતાની પોઝિશન હાસિલ કરી લીધી છે. આમ, વાત કરવામાં આવે તો ‘ગંગા માઈ કી બેટિયાં' બહુ સારું પરફોર્મ કરી રહી છે. ૧.૯ રેટિગની સાથે રવિ દુબે અને સરગુન મહેતા દ્વારા નિર્મિત આ શો હાલમાં સૌથી વધારે આગળ છે. આ સીરિયલનું TVR રેટિગ ૩.૧ છે.
‘ગંગા માઈ કી બેટિયાં' પછી વસુધા આ લિસ્ટમાં બીજા સ્થાન પર છે. આ શો તેની શાનદાર કહાનીને કારણે ઓડિયન્સને વધારે ગમે છે. આ સીરિયલની રીચ ૨.૭ છે. પ્રિયા ઠાકુર અને અભિષેક શર્માની જોડી લોકોની વચ્ચે છવાઈ ગઈ છે.
તુમ સે તુમ તક આ લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. આ સીરિયલનું રેટિગ ૧.૭ અને રીચ ૨.૭ છે. રસપ્રદ કહાની અને મુખ્ય કલાકારોની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મનો ચાહક વર્ગ ઘણો મોટો છે.
નાગિન ૭એ ૧.૬ નાં મજબૂત રેટિગની સાથે ચોથું સ્થાન હાસિલ કર્યું છે. આ સીરિયલની કહાની સસ્પેન્સથી ભરપૂર છે. આ એક સુપરનેચરલ ડ્રામાની રીચ ૩.૨ છે.
ટોપ ૫માં ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨માં શામેલ છે, જેનું રેટિગ ૧.૫ છે. શોમાં જલદી જ ટ્વિસ્ટ આવી શકે છે. તુલસી ૧૦ વર્ષ પછી જેલમાંથી બહાર આવશે. જો કે આ વખતે કરણ તેનો વિરોધ કરશે. આ શોનું વ્સ્ય્ રેટિગ ૨.૨ છે.
ટોપ ૧૦ લિસ્ટમાં અનુપમા આ અઠવાડિયે સાતમા નંબર પર છે, જે લાફટર શેફસ ૩ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ બરાબર છે. ભારતી સિહનો આ શો જલદી બંધ થઈ શકે છે. જો કે અનુપમાનું રેટિગ ઘટતું જાય છે. એક સમયે અનુપમા સીરિયલ ટોપ ૫માં હતી.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
