<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

લોકસભામાં એનડીએના સાંસદો ૩૦૦ને પાર થતાં વિપક્ષો સ્‍તબ્‍ધ

રીસાયેલા પક્ષોને મનાવવા ઈન્‍ડિયા દ્વારા કવાયત હાથ ધરાઈ : સંસદના ચોમાસું સત્ર પહેલા હજી નંબર ગેમમાં ફેરફાર થઈ શકે છે

નવી દિલ્‍હી,તા.૨૭: લોકસભામાં ફઝખ્‍ સાંસદોની સભ્‍ય સંખ્‍યા ૩૦૦ને પાર થતા INDIA માં હાહાકાર મચી ગયો છે. રાજ્‍યસભાની ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોનાં ભાંગફોડ પછી સંસદમાં ફઝખ્‍ નો દબદબો વધ્‍યો છે. આને કારણે વિપક્ષી ગઠબંધન INDIA માંહલચલ તેજ થઈ ગઈ છે. પૂર્વ સહયોગી પક્ષ DMK એટલે કે દ્રવિડ મુનેત્ર કઝગમને મનાવવાની કવાયત હાથ ધરાઈ છે. હાલમાં DMK ચીફ સ્‍ટાલિને કહ્યું છે કે તેમની પાર્ટી ચૂંટણીલક્ષી ગઠબંધનની વિચારણા કરી રહી છે. હવે DMKની નારાજગી દૂર કરવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

NDAદ્વારા નંબરગેમમાં હલચલ અને વધારા પછી ઈન્‍ડિયા ગઠબંધન અચાનક જાગ્‍યુ છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ પછી NDA ૨૯૩ સીટ પર પહોંચ્‍યું હતું પણ હ વે ૩૦૦ને પાર કરી છે. જો કે હજી તે બે તૃતિયાંશ બહુમતીનાં આંકડાર્થી ઘણું પાછળ છે. નીચલા ગૃહમાં ૨૨ સાંસદો ધરાવતા DMK નું મહત્‍વ વધી ગયું છે. રાજ્‍યસભામાં દ્રમુકનાં ૮ સાંસદ છે. લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનો આંકડો ૩૬૨ છે પણ ૩ સીટો ખાલી હોવાથી સંખ્‍યા ૩૬૦ પર આવી ગઈ છે. રાજ્‍યસભામાં તેને ૧૫૪ સાંસદોનું સમર્થન જરૂરી છે.

NDAની તાકાત કેવી રીતે વધી?

TMCના ૨૦ સાંસદોએ બળવો કરીને નેશનલ સિટીઝન્‍સ પાર્ટી ઓફ ઈન્‍ડિયામાં વિલય કર્યુ છે અને ફઝખ્‍ને ટેકો આપતા NDAની સભ્‍ય સંખ્‍યા ૩૧૯ થઈ છે. DMK પણ એનડીએને મુદ્દા આધારિત ટેકો આપવાનું નક્કી કરે તો તેની સંખ્‍યા વધીને ૩૪૧ થઈ શકે છે. રાજ્‍યસભામાં AAPના રાઘવ ચટ્ટા સહિત ૭સાંસદો ભાજપમાં આવી ગયા છે. ટીએમસીનાં ૪ સાંસદોએ રાજીનામું આપ્‍યું છે. આ ૪ સીટો પર ભાજપની આસાન જીત નક્કી છે. હાલની ચૂંટણીમાં ગઠબંધનની ૧૯ સીટો પર જીત થઈ હતી. મિઝોરમનાં એકમાત્ર સાંસદ પણ એનડીએને મુદ્દા આધારિત ટેકો આપવા તત્‍પર છે. બજેટ સત્રમાં મહિલા અનામત બિલ અને સીમાંકન બિલ પર એનડીએને જરૂરી ૩૬૦માં ૬૨ મત ઓછા મળ્‍યા હતા. હાલ સમર્થન મળવું મુશ્‍કેલ છે પણ ચોમાસું સત્ર સુધીમાં રાજકીય હલચલ મચી શકે છે.

(10:03 AM IST)