તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
News of Saturday, 27th June 2026
કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, સુરતના ડુમસ-ભીમપોરના 26 વર્ષીય સન્ની પટેલનું દુઃખદ નિધન થતા પરિવારમાં શોકનું મોજું : મૃતદેહ વતન લાવવાની તજવીજ શરૂ*
વિદેશમાં નોકરી કરતા સન્ની પટેલનું અકસ્માતમાં મોત, કતારની ગેસ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા, બ્લાસ્ટમાં અન્ય કર્મચારીઓ પણ ઘાયલ, સુરતના પટેલ પરિવાર પર આભ ફાટ્યું

સુરત, તા. 27 : કતાર ખાતે આવેલા એક ગેસ પ્લાન્ટમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં સુરતના ડુમસ-ભીમપોર વિસ્તારના 26 વર્ષીય યુવક સન્ની પટેલનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાથી પટેલ પરિવાર સહિત સમગ્ર સુરત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, સન્ની પટેલ છેલ્લા કેટલાક સમયથી કતારમાં એક ગેસ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. દરમિયાન ગેસ પ્લાન્ટમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સન્ની પટેલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બ્લાસ્ટમાં અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
સન્ની પટેલના મોતના સમાચાર મળતા જ ડુમસ-ભીમપોર ખાતેના તેમના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. 26 વર્ષની નાની ઉંમરે પરિવારના મોભી સમાન દીકરાનું વિદેશમાં મોત થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.
હાલ કતાર સ્થિત ભારતીય દૂતાવાસ અને કંપનીના અધિકારીઓ દ્વારા સન્ની પટેલના મૃતદેહને વતન સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો પણ પરિવારને મદદરૂપ થવા પ્રયાસ કરી રહ્યા છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
