<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

આયાતી દવાઓના નિયમો બદલવા તૈયારીઃ એક્‍સપાયરી ડેટ અંગે કેન્‍દ્ર કડક

આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયનું કહેવું છે કે આ સુધારાથી દવાઓની સપ્‍લાય ચેઈન વધુ અસરકારક બનશે : બાયોલોજિકલ ઉત્‍પાદનો, રેડિયોફાર્માસ્‍યુટિકલ્‍સના કિસ્‍સામાં વર્તમાન નિયમો જ રહેશે, ૧૨ મહિનાની માન્‍યતા જરૂરી, ડ્રગ્‍સ રૂલ્‍સના નિયમોમાં સુધારાનો ડ્રાફટ બહાર પાડી સૂચનો મંગાયા

નવી દિલ્‍હી,તા.૨૭: કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય આયાતી દવાઓ સંબંધિત નિયમોમાં મહત્‍વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલયે ડ્રગ્‍સ રૂલ્‍સ, ૧૯૪૫ ના નિયમ ૩૧ માં સુધારાનો ડ્રાફટ બહાર પાડીને સામાન્‍ય જનતા અને સંબંધિત પક્ષો પાસેથી સૂચનો અને વાંધાઓ માંગ્‍યા છે. આ પ્રસ્‍તાવનો હેતુ ફાર્મા સેક્‍ટરમાં ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વેપાર કરવાની સરળતા)ને પ્રોત્‍સાહન આપવાનો અને દર્દીઓ માટે ગુણવત્તાયુક્‍ત દવાઓની ઉપલબ્‍ધતા સુનિヘતિ કરવાનો છે. ૨૨ જૂનના રોજ ગેઝેટ નોટિફિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આ ડ્રાફટમાં આયાતી દવાઓ માટે ૬૦ ટકાથી વધુ બાકી રહેલી શેલ્‍ફ લાઇફની વર્તમાન અનિવાર્યતામાં ફેરફારનો પ્રસ્‍તાવ મૂકવામાં આવ્‍યો છે. નવા પ્રસ્‍તાવ

મુજબ, હવે આયાત સમયે દવાની ઓછામાં ઓછી ૧૨ મહિનાની શેલ્‍ફ લાઇક બાકી હોવી પૂરતી હશે. જણાવી દઈએ કે દવાઓની શેલ્‍ફ લાઈફ એ એવો સમયગાળો છે, જે દરમિયાન કોઈપણ દવા સુરલિત અને સંપૂર્ણ રીતે અસરકારક રહે છે. આ સમયગાળો દવાના ઉત્‍પાદનની તારીખથી શરૂ થાય છે અને તેના પર છપાયેલી એક્‍સપાયરી ડેટ સુધીનો હોય છે.

જોકે, મંત્રાલયે સ્‍પષ્ટ કર્યું છે કે બાયોલોજિકલ ઉત્‍પાદનો અને રેડિયોક્ષર્માસ્‍યુટિકલ્‍સના કિસ્‍સામાં વર્તમાન નિયમો જ લાગુ રહેશે. એટલે કે, દવાઓની આ વિશેષ શ્રેણીઓ માટે આયાત સમયે ૬૦ ટકાથી વધુ શેલ્‍ફ લાઇફ બાકી હોવાની અનિવાર્યતામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેનું કારણ આ દવાઓની વિશેષ પ્રકૃતિ અને જાહેર આરોગ્‍ય સંબંધિત જરૂરિયાતો

છે. મંત્રાલયનું કહેવું છે કે આ સુધારાથી દવાઓની સપ્‍લાય ચેઈન (કાર્માસ્‍યુટિકલ સપ્‍લાય ચેઈન) વધુ અસરકારક બનશે. આવાતી દવાઓ દેશમાં આવે તે સમયે ઓછામાં ઓછી ૧૨ મહિનાની બાકીની માન્‍યતા હોવાથી તેમને બજાર સુધી પહોંચાડવા અને દદીઓ સુધી ઉપલબ્‍ધ કરાવવા માટે પૂરતો સમય મળશે. આનાથી દર્દીઓને ઉપયોગ કરી શકાય તેવી શેલ્‍ફ લાઈફ સાથે ગુણવત્તાયુક્‍ત દવાઓ મળતી રહેશે. સરકાર માને છે કે આ ફેરફારથી દવાઓનો બિનજરૂરી બગાડ પણ થટશે. કારણ કે વર્તમાન કડક શેલ્‍ફ લાઈફના નિયમોને કારણે થણી વખત દવાઓના સંગ્રહ અને વિતરણમાં નુકસાન થાય છે. આનાથી સપ્‍લાય મેનેજમેન્‍ટ વધુ સારું થશે, ખર્ચમાં ઘટાડો થશે અને દેશમાં આવશ્‍યક દવાઓની ઉપલબ્‍ધતા પણ મજબૂત બનશે.

(10:02 AM IST)