<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અમરેલી જિલ્લામાં તહેવારીયા જુગારના ૮ સ્‍થળે દરોડો : ૪૭ શખ્‍સોને ઝડપી પાડયા

 

અમરેલી, તા. ર૭ : રેન્‍જ આઈજી આર.રી. અસારીની સુચના અને માર્ગદર્શન મુજબ એસપી સંજય ખરાતની સુચનાથી અમરેલી જીલ્લામાં તહેવારીયા જુગારના જુદા જુદા ૮ સ્‍થળે દરોડા ૪૭ શખ્‍સોને રોકડ રૂા.૧,૦૪,૬૭૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

સાવરકુંડલા તાલુકાના ભમોદરા ગામે ભવાનભાઈ કોલડીયાની વાડીના શેઢા પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે જાહેરમાં હારજીતનો જુગાર રમતા રમેશ રતાભાઈ ડાભી, રઘુ અજીતભાઈ ખુમાણ, રસીક ભુપતભાઈ કલાણીયા, અશોક વલ્લભભાઈ ડાભી, બાબુ લાલજીભાઈ વેગડને રેઈડ દમ્‍યાન વંડા પોલીસ મથકના હે.કોન્‍સ.જયરાજસિંહ રાઠોડ રોકડ રૂા.૧૧,૮૦૦ સાથે, સાવરકુંડલા જેસર રોડ ફાટક પાસે સુરેશ મોહન પથ્‍થર, વિનુ કાળુભાઈ પરમાર, દેવેન્‍દ્ર કરશનભાઈ રાઠોડ, રાજુ ખોડાભાઈ ચાવડા, મહેન્‍દ્ર ઉફે, ચંદુ ગોરધનભાઈ નાથજી, હીરા વાઘાભાઈ ટોટા,પ્રકાશ વિનુભાઈ કળથીયાને પો. કોન્‍સ. જયપાલસિંહ ગોહિલે રોકડ રૂા.૧૯,૬૯૦ સાથે, લાઠીના હિરાણા ગામથી દરેડ તરફ જવાના રસ્‍તે પાણીના ટાંકા પાસે વિજયભાઈ દામજીભાઈ કાલયાણીની દુકાન પાસે હારજીતનો જુગાર રમતા કિશન કનુભાઈ સલાટ, શેરુ કનુભાઈ સલાટ, નિકુંજ ઉર્ફે કાનજી દિલિપભાઈ કુકવાવાને પો.કોન્‍સ. કિરીટભાઈ ડોડીયાએ રોકડ રૂા.૭૭૧૦ સાથે, બગસરાના નાના મુંજીયાસર ગામે અશોક રમેશભાઈ રામાણી, કાળુ ગીગાભાઈ વઘાસીયા, અશોક મધુભાઈ રામાણી, વિપુલ શામજીભાઈ કયાડા, ભુપત મનજીભાઈ વઘાસીયા, ચંદુ વિરજીભાઈ સતાસીયા, દેવરાજ વશરામભાઈ રામાણીને પો.કોન્‍સ. અજયદાન લાંગાવદરાએ રેઈડ દરમ્‍યાન રોકડ રૂા. ૧૧, ૧૩૦ સાથે, બગસરાના સમઢીયાળામાં શીવરાજ રામકુભાઈ વાળા, દિલિપ જીતુભાઈ તગમુળીયા, પ્રતાપ રામકુભાઈ વાળા, ભરત જૈતુભાઈ વાળા, સંજય રામકુભાઈ વાળા, મહિરાજ સુભાષભાઈ વાળાને રેઈડ દરમ્‍યાન પો.કોન્‍સ.વનરાજભાઈ માંજરીયાએ રોકડ રૂા. ૨૧, ૩૦૦ સાથે, બગસરાના સમઢીયાળા ગામે મફત પ્‍લોટ વિસ્‍તારમાં ગોલણ હરીભાઈ ચારોલીયા, મનોજ અમરશીભાઈ વાઘેલા, હનુ દેવરાજભાઈ ચારોલીયા,દેવા બટુકભાઈ બારૈયાને રેઈડ દમ્‍યાન પો.કોન્‍સ.જયેશભાઈ મકવાણાએ રોકડ રૂા. ૧૦,૧૫૦ સાથે, દામનગરના રાભડા ગામે દેવીપુજક વાસમાં ખુશાલ મધુભાઈ પરમાર, કિશન મધુભાઈ પરમાર, અરવિંદ બહાદુરભાઈ પરમાર, રોહિત રમેશભાઈ પરમાર, રાકેશ કાંતિભાઈ પરમાર, દિનેશ અશોકભાઈ વાઘેલાને પો. કોન્‍સ.પ્રકાશભાઈ ધાંધલાએ રોકડ રૂા. ૧૦,૪૦૦ સાથે, ખાંભાના નવા માલકનેસ ગામે ઘનશ્‍યામ વાઘજીભાઈ મકવાણા, પ્રકાશ મધુભાઈ બારૈયા, નરેશ પાંચાભાઈ મકવાણા, રાજુ બચુભાઈ મકવાણા, મહેશ રવજીભાઈ સોલંકી, વિશ્વાસ મુકેશભાઈ સોલંકી, જગદીશ મનુભારૂ પરમાર, વલકુ રામભાઈ ચાંદ, જયસુખ ભીખાભાઈ રાઠોડ પો. કોન્‍સ. ઈકબાલભાઈ મહિડાએ રોકડ રૂા.૧૨,૪૯૦ ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી પાડયા હતા.

(11:31 AM IST)