તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
જામનગરના ખીમરાણા ગામે ખનીજ ચોરો ઉપર રાજકોટ રેન્જ ટીમની તવાઇઃ ૧.૦૨ કરોડનો મુદ્દામાલ કબ્જે

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ દ્વારા સરકારશ્રીની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના કાસમભાઇ બ્લોચ, કમલેશભાઇ રબારી, મીતેશભાઇ પટેલ તથા ડ્રા. ધર્મેન્દ્રસિહ જાડેજાએ જામનગર જિલ્લાના પંચકોષી-એ ડિવી. પો.સ્ટે. વિસ્તારના ખીમરાણા ગામની સીમમાં આવેલ રુપારેલ નદીમાંથી કસુરદાર દયાળજીભાઈ માંડવિયા રહે.ખીમરાણા જી.જામનગર નાઓ ગેરકાયદેસર ખનીજ રેતીની ચોરી કરતો હોય હકિકત વાળી જગ્યા પરથી (૧) જેસીબી વાહન નંબર જીજે૦૩એટી૯૨૧૪ ડ્રાઇવર શાંતીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા રહે.ખીમરાણા જી.જામનગર (ર) જેસીબી વાહન નંબર જીજે૧૨એએન૯૫૨૧ ડ્રાઇવર આકાશ દયાળજીભાઇ માંડવીયા રહે. ખીમરાણાન જી.જામનગર (૩) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦કે૧૯૮૧ ડ્રાઇવર કાન્તીયા ધના કિરાડ રહે. ઠેબા ગામ (૪) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦એએમ૧૯૯૫ ડ્રાઇવર સેવલા કીરાડ રહે.ઠેબા ગામ (૫) ટ્રેકટર વાહન ચેસીસનંબર CSASE૯૫૫૯૫૫૩ ડ્રાઇવર અજય જુથસિહ કિકરીયા રહે.ખીજળીયા (૬) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦વાય૨૨૦૫ ડ્રાઇવર દયાળજીભાઇ ભગવાનજીભાઇ માંડવીયા રહે.ખીમરાણા જી.જામનગર (૭) ટ્રેકટર વાહન નંબર જીજે૧૦એએમ૧૫૯૯ ડ્રાઇવર ટાવેડીયા ધનાભાઇ રાઠવા રહે.ઠેબા ગામ (૮) ટ્રેકટર વાહન નંબર જીજે૦૯એડી૦૫૫૨ ડ્રાઇવર ગીયાનભાઇ ધનાભાઇ કેરાળ રહે.ઠેબા ગામ નાઓ મળી આવતા ઉપરોકત જેસીબી - ૪, તથા ટ્રેકટર ટ્રોલી સહીત - ૬ મળી કુલ કિ.રૂ.૧,૦૨,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ખાણખનીજ અધિકારીશ્રી તથા પંચકોષી-એ ડિવી.પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી સોંપી આપેલ છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
