તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
શુભકામના કે ફુલ ખિલે,ખુશિયા મિલેઃ કાલે રમેશ મેરજાનો જન્મદિન અવસર
ગૌરવનો ગડગડાટ, ચાતુર્યનો ચમચમાટ, હૈયામાં થનગનાટ

રાજકોટ : ગુજરાતના સુશાસનને નવી દિશા આપતા, પારદર્શિતા કાર્યક્ષમતા અને જનકલ્યાણ પ્રત્યે અવિરત પ્રતિબદ્ધતા ધરાવતા અધિકારીઓમાં રમેશ મેરજા (નિવૃત્ત I.A.S.)નું નામ આદર અને ગૌરવથી લેવામાં આવે છે. તેઓ એવા વહીવટી અધિકારી છે કે જેમણે માત્ર ફાઇલોના ઢગલા વચ્ચે નહીં, પરંતુ લોકોના હૃદયમાં પોતાની કાર્યશૈલીથી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે, આવતીકાલે ર૮ જુને તેમનો જન્મદિન છે.
તેમની વહીવટી સફર માત્ર એક કારકિર્દી નથી. પરંતુ તે પ્રતિબધ્ધતા નેતૃત્વ દૃષ્ટિ અને સમર્પણનું જીવંત ઉદાહરણ છે. તેઓ જ્યાં પણ ફરજ બજાવે છે ત્યાં વિકાસના નવા આયામો સર્જાય છે અને લોકકેન્દ્રિત શાસનની સુગંધ પ્રસરે છે.
રમેશ મેરજાની કાર્યપદ્ધતિમાં નિર્ણય ક્ષમતા, સમયપાલન, સંવેદનશીલતા અને વ્યવસ્થાપન કૌશલ્યનો અદભુત સમન્વય જોવા મળે છે. તેઓ માને છે કે સાચો વહીવટ એ લોકોની સમસ્યાઓને સમજવું, તેનો સમયસર ઉકેલ લાવવો અને શાસનને લોકો સુધી પહોંચાડવો તે છે. આ જ તેમની વહીવટી ફીલોસોફી.
તેઓ હંમેશાં ડીજીટલ વહીવટને પ્રોત્સાહન આપતા રહ્યા છે. આધુનિક ટેકોનોલોજીનો ઉપયોગ કરીને જાહેર સેવાઓ વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેમની કાર્યશૈલીમાં પરિણામલક્ષી અભિગમ સ્પષ્ટપણે જોવા મળે છે.
તેમની સરળતા અને વિનમ્રતા તેમના વ્યક્તિત્વનું સૌથી આકર્ષક પાસું છે. ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેઓ સામાન્ય નાગરિક સાથે આત્મીયતાથી સંવાદ સાધે છે. આ ગુણ તેમને માત્ર સફળ અધિકારી જ નહીં, પરંતુ લોકપ્રિય વહીવટકાર પણ બનાવે છે.
શ્રી રમેશ મેરજા મૂળ મોરબીના ચમનપર ગામના પાટીદાર રત્ન છે. જી.એ.એસ. અને આઇ.એ.એસ. કેડરમાં વર્ષો સુધી સેવા આપીને નિવળત થયા બાદ યાત્રાધામ બોર્ડમાં સચિવ તરીકે ચાવીરૂપ સ્થાને કાર્યરત છે. તેઓ રાજકોટમાં નાયબ મનોરંજન કર કમિશનર, પાલીતાણામાં પ્રાંત અધિકારી, આણંદ અને નવસારીમાં જિલ્લા પુરવઠા અધિકારી રાજય સ્ટેમ્પ ડયુટી અધિક્ષકની કચેરીમાં અધિક કલેકટર અને મહેસાણામાં નિવાસી અધિક કલેકટર ભાવનગરમાં કલેકટર, અમદાવાદમાં ડે. મ્યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. કાલે ર૮ જુને ૬૪માં વર્ષમાં પ્રવેશ નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા થઇ ગઇ છે. મો. ૯૯૦૯પ ૦૧પ૦૧ ગાંધીનગર
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
