News of Saturday, 27th June 2026
સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરઃ દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા અભિયાન
વડાપ્રધાનના સ્વચ્છતા સંકલ્પનો કોર્પોરેશનમાં પડઘોઃ ‘કચરો' કાઢવા સામાન્ય સભામાં ખાસ ઠરાવ : તમામ વોર્ડમાં સવારે ૭ થી ૮ એક-એક બુથમાં સઘન સફાઇઃ સફાઇ કામદારો, અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાશે

રાજકોટ, તા., ર૭: મેયરશ્રી નેહલ શુકલની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં સ્વચ્છતા ઝુંબેશ અંગે અધ્યક્ષ સ્થાનેથી ખાસ ઠરાવ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશવાસીઓ જોગ કરવામાં આવેલ સ્વચ્છતા સંકલ્પના આહવાનને સ્થાનિક સ્તરે સાકાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં હાલમાં કરવામાં આવતી સફાઇ કામગીરીને વધુ સુદ્રઢ બનાવી, શહેરને સ્વચ્છ બનાવવાના લોકભોગ્ય ઉદ્દેશને ધ્યાને લઈ, ખાસ નિર્ણય કરાયેલ છે.
ઠરાવમાં જણાવાયા મુજબ દર મહિનાના પહેલા રવિવારે શહેરના તમામ(હાલમાં કુલ ૧૮) વોર્ડમાં સવારે ૦૭.૦૦ થી ૦૮.૦૦ કલાક દરમિયાન પ્રત્યેક વોર્ડ દીઠ એક બુથ(હાલમાં કુલ ૧૮), એ મુજબ, બુથ હેઠળ આવતા રસ્તા, શેરી, ખુલ્લા પ્લોટ, વોંકળા, બાગ-બગીચા, સરકારી મિલકતો સહિતના તમામ વિસ્તારમાં ઘનિષ્ઠ સફાઇ કામગીરી કરવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાના સંબંધિત વોર્ડના સફાઇ કામદાર સહિત સંબંધિત વોર્ડના તમામ શાખાના અધિકારી/કર્મચારીઓએ હાજર રહી, ઘનિષ્ઠ સફાઇ કામગીરી કરવાની રહેશે.
આ ઘનિષ્ઠ સફાઇ કામગીરી કાર્યક્ષમ અને અસરકારક બની રહે તે માટે માઇક્રો લેવલ પ્લાનિંગ સહિતની આગળની તમામ કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર રહેશે.
મહાનગરપાલિકાના વોર્ડની બુથની સંખ્યામાં ભવિષ્યમાં ફેરફાર થાય તો તે મુજબ ઘનિષ્ઠ સફાઇ કામગીરીનું આયોજન કરવાનુ રહેશે. તેમ ઠરાવમાં જણાવાયું છે.
(3:20 PM IST)










