તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
વેરાવળ સોમનાથના નવા ચુંટાયેલા નગરસેવકોની પહેલી બેઠકમાં વિવાદ
કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નની રજુઆત વચ્ચે કર્મચારીએ રાષ્ટ્રગીત શરૂ કરી દેતા આક્રોશઃપ્રજાની કોઈ રજુઆત કરવા દીધી નહીઃ ભાજપ વોર્ડ નં.૪ ની નગરસેવક મહીલાએ કમીટીમાં રહેવું ન હોઇ બહીષ્કાર કર્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૭: વેરાવળ સોમનાથમાં ચુંટાયેલા નવા નગરસેવકોની પ્રથમ બેઠક યોજાયેલ હતી જેમાં કોંગ્રેસ દ્વારા પ્રજાના પ્રશ્નોની રજુઆત કરાતી હતી ત્યારે કર્મચારી દ્વારા ઉભા થઈ ઓચિંતા રાષ્ટ્રગીત શરૂ કરી દેવાતા ભારે રોષ જોવા મળેલ હતો તેમજ આ બેઠકમાં ૨૩ કમીટીઓની વરણી થયેલ હતી જેમાં અમુકને મનગમતા ખાતા ન મૃતા ભારે અસંતોષ સર્જાયેલ હતો વોર્ડનં.૪ ની મહીલા નગરસેવીકાએ તેમને આ કમીટીમાં રહેવું નથી તેમ કહી બહીષ્કાર કરેલ હતો.
વેરાવળ સોમનાથ નગરપાલિકાની નવા ચુંટાયેલા નગરસેવકોની બોર્ડ ની પહેલી મીટીગ મળેલ હતી જેમાં કોંગ્રેસ ના વોર્ડ નં.૩ નરેશ ચાવડા એ અનેક પ્રજાની પ્રશ્નો માટે પ્રશ્નોતરી કરેલ હતી જેમાં ખુલ્લેઆમ આક્ષેપ કરેલ હતો પાલિકા દ્વારા કરોડો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવેલ કોમ્યુનીટી હોલ સંસ્થાને આપી દેતા તે ખુલ્લેઆમ કમાણી કરે છે ભારે ભ્રષ્ટ્રાચાર થાય છે પ્રજાના દરેક પ્રસંગો માટે આ હોલ બનાવવામાં આવેલ છે પણ ખુલ્લેઆમ પૈસા વસુલે છે તે સહીત અનેક પ્રશ્નો માટે રજુઆત કરતા હતા ત્યાર અચાનક નગરપાલિકાના પ્રમુખના બદલે કર્મચારીએ ઉભા થઈ રાષ્ટ્રગીત શરૂ કરી દીધેલ હતી
કોંગ્રેસને રજુઆત પણ કરવા દેવામાં આવેલ ન હતી પ્રજાના પ્રશ્નો કોઈએ સાંભળ્યા ન હતા કોંગ્રેસને રાષ્ટ્રગીત સામે વાંધો ન હોય પણ પુરા પ્રશ્નો ચર્ચાય ગયા બાદ રાષ્ટ્રગીત શરૂ કરવું જોઈએ તેવી લાગણી વ્યકત કરેલ હતી સાથે જણાવેલ હતું કે પાંચ વર્ષ માં અનેક મોટા ભ્રષ્ટાચારો થયા છે નવા ચુંટાયેલા નગરસેવકોની બેઠકોમાં ફકત બે લીટીનો એજન્ડા આપેલ હતો તેમાં લખેલ હતું કે ગત બોર્ડની મીંટીગમાં થયેલા એજન્ડા પસાર કરવા જેથી તેનો પણ વિરોધ કરેલ હતો.
ભાજપ દ્વારા જુદી જુદી ૨૩ કમીટીઓ નિમાય હતી જેમાં અમુક ને મનગમતી કમીટી માં ચેરમેન પદ ન મૃતા ભારે અસંતોષ જોવા મળેલ તો વોર્ડનં.૪ ના મહીલા નગરસેવકો પોતાને આ કમીટી ફરજ નથી તેમ કહી બહીષ્કાર કરેલ હતો ૪૪ નગરસવેકોમાંથી ૨૪ ભાજપ ના ૨૦ કોંગ્રેસના નગરસેવકો ચુંટાયેલા છે ભાજપ છેલ્લા ૩૦ વર્ષથી સતા ઉપર છે પહેલા જ બોર્ડમાં અનેકમાં અસંતોષ જોવા મળેલ હતો.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
