<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

બંગાળની ખાડીમાં તા. ૧ થી ૨ જૂલાઇ વચ્‍ચે લો પ્રેસર સિસ્‍ટમ બનશેઃ ગુજરાતમાં ભારે વરસાદ ૩ થી ૮ જુલાઇમાં: ગોૈરવ રાણીંગા

સિસ્‍ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધશેઃ બહોળુ સરકયુલેશન ગુજરાત સૂધી છવાશે વરસાદ માટેની લાંબી પ્રતિક્ષાનો અંત હવે નજીકમાં આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસુ જામશે

રાજકોટ તા.૨૭: જુનાગઢના વિખ્‍યાત હવામાન આગાહીકાર શ્રી ગોૈરવ રાણીંગાએ આજે એક યાદીમાં જણાવેલ કે, વરસાદ માટેની લાંબી પ્રતીક્ષાનો અંત હવે નજીકમાં છે. બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર સિસ્‍ટમ આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસું જામે તેવી ઊજળી સંભાવના બનશે. તેમ ઉમેર્યુ હતું કે, હાલની હવામાન સ્‍થિતિ ૨૭ જૂન ૨૦૨૬ સવારે ૫:૩૦ વાગ્‍યાની સ્‍થિતિએ અને ભારતીય હવામાન વિભાગના તાજા વિશ્‍લેષણ મુજબ દેશમાં હાલ ચોમાસું વધુ સક્રિય બનવા માટે અનુકૂળ પરિસ્‍થિતિઓ સર્જાઈ રહી છે.

ચોમાસાની ઉત્તરીય સીમા (Northern Limit of Monsoon) હાલ સુરત, ઇન્‍દોર, મંડલા, ડાલ્‍ટનગંજ, મોતિહારી થઈને નેપાળ તરફ પસાર થઈ રહી છે. આગામી ૩થી ૪ દિવસમાં દક્ષિણ-પヘમિ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાતના વધુ વિસ્‍તારો, મધ્‍ય પ્રદેશ, છત્તીસગઢના બાકીના ભાગો, ઝારખંડ, બિહાર તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્‍તારોમાં વધુ આગળ વધવા માટે સંજોગો અનુકૂળ છે. મોસમી ટ્રફ (Seasonal Trough) રાજસ્‍થાનથી ઉત્તર મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢ થઈને ઓડિશા સુધી યથાવત્‌ સક્રિય છે, જેના કારણે વરસાદી પ્રવળત્તિને બળ મળી રહ્યું છે. ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને મ્‍યાનમારના કિનારા નજીક વાતાવરણના મધ્‍યમથી અપર લેવલમાં ‘‘અપર એર સાયક્‍લોનિક સકર્યુલેશન'' સક્રિય છે. ઉત્તર તેલંગાણા આસપાસ મધ્‍યમથી અપર લેવલે સાયક્‍લોનિક સકર્યુલેશન યથાવત્‌ છે. આંધ્રપ્રદેશના કિનારાથી મધ્‍ય મહારાષ્‍ટ્ર સુધી એક ટ્રફ સક્રિય હોવાથી મહારાષ્‍ટ્ર અને આસપાસના વિસ્‍તારોમાં વરસાદને અનુકૂળ પરિસ્‍થિતિ છે. પૂર્વ ઉત્તરપ્રદેશથી તેલંગાણા સુધી પૂર્વ મધ્‍યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢ થઈને એક ટ્રફ સક્રિય છે, જે વરસાદી વાદળોના વિકાસમાં મદદરૂપ બનશે. પヘમિી વિક્ષેપ (Western Disturbance) હરિયાણા અને આસપાસના વિસ્‍તારોમાં હજુ પણ સક્રિય છે. ઉત્તર પંજાબ અને પાકિસ્‍તાનને અડીને નીચલા સ્‍તરે અપર એર સાયક્‍લોનિક સકર્યુલેશન યથાવત્‌ છે. એકંદરે દેશમાં અનેક વરસાદી પરિબળો એકસાથે સક્રિય હોવાથી આગામી થોડા દિવસોમાં ચોમાસું વધુ આગળ વધે અને અનેક વિસ્‍તારોમાં વરસાદની પ્રવળત્તિમાં વધારો જોવા મળે તેવી શકયતા છે. 

ચોમાસાને બુસ્‍ટ આપવા માટે જેની સૌથી વધુ જરૂર હતી તે આ સિઝનની પહેલી બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્‍ટમ ૧-૨ જુલાઈ આસપાસ બનવા જઈ રહી છે. આ સિસ્‍ટમ બન્‍યા બાદ પヘમિ દિશા તરફ આગળ વધી શકે છે અને આ સિસ્‍ટમને આનુષંગિક એક બહોળું સરકયુલેશન બંગાળની ખાડીથી ગુજરાત સુધીના વિસ્‍તારોમાં છવાશે જેથી મધ્‍ય ભારત અને ગુજરાતમાં વરસાદના પ્રમાણમાં વધારો થશે. ગુજરાતમાં આગામી ૧ જુલાઈ સુધી ગુજરાત રાજયના ઘણા વિસ્‍તારોમાં હળવા ભારે ઝાપટા અને અમુક સ્‍થળે હળવો મધ્‍યમ વરસાદ પડવાની સંભવના જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્‍યપ્રદેશ બોર્ડર લાગુ પૂર્વ મધ્‍ય ગુજરાતના સીમિત વિસ્‍તારોમાં ભારે વરસાદની પણ શકયતા રહે. સૌરાષ્‍ટ્રમાં એક જુલાઈ સુધી છૂટા છવાયા ઝાપટા અને સીમિત વિસ્‍તારોમાં હળવો વરસાદ પડી શકે. એક જુલાઈ બાદ સમગ્ર રાજ્‍યમાં ધીમે ધીમે વરસાદના વિસ્‍તારોમાં વધારો થઈ શકે છે જેની વધુ અપડેટ હવે પછી આપવામાં આવશે.

આગોતરું એંધાણઃ ગુજરાતમાં બંગાળની ખાડીની સિસ્‍ટમ આધારિત ભારે વરસાદનો મુખ્‍ય રાઉન્‍ડ ૩ થી ૮ જુલાઈ દરમ્‍યાન જોવા મળી શકે છે

નોંધઃ તમામ માહિતી હાલના વેધરચાર્ટના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે.તમારા વ્‍યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી માહિતી ધ્‍યાને લેવી.(૨.૨૬)

(વેધર બાય- ગોૈરવ રાણીંગા)

(3:48 PM IST)