<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

વેનેઝુએલામાં ફરી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ

ઇમારતોના ઢગલામાંથી મૃતદેહોને શોધી રહ્યા હતાઃ ત્‍યાં ફરી એકવાર ધરા ધ્રુજી

કારાકાસ, તા.૨૭: વેનેઝુએલા હાલમાં તેના ઇતિહાસની સૌથી મોટી કુદરતી આફત સામે ઝઝૂમી રહ્યું છે. ઉત્તરી કિનારે આવેલા ૭.૨ અને ૭.૫ની તીવ્રતાના બે ભૂકંપે (ડબલ અર્થક્‍વેક) માત્ર ૩૯ સેકન્‍ડના અંતરે સમગ્ર દેશને હચમચાવી મૂકયો હતો, જેમાં અત્‍યાર સુધીમાં ૯૨૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. આ આઘાતમાંથી દેશ બહાર આવે અને તૂટી પડેલી ઇમારતોના ઢગલામાંથી લોકો પોતાના વહાલાઓના મળતદેહો તથા કાટમાળ નીચે દટાયેલી જિંદગીઓને શોધી રહ્યા હતા, ત્‍યાં જ ફરી એકવાર ૪.૯ની તીવ્રતાનો બીજો આંચકો આવતા લોકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં ૫૧,૦૦૦થી વધુ ગુમ થયેલા લોકોને બચાવવા માટે યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચાલી રહ્યું છે.

આ મહાસંકટની ઘડીમાં ભારતે એક સાચા વૈશ્વિક મિત્ર તરીકેની ભૂમિકા ભજવીને તાત્‍કાલિક ‘ઓપરેશન એમિસ્‍ટાડ' શરૂ કર્યું છે. વડા-ધાન નરેન્‍દ્ર મોદીની સંવેદના અને વિદેશ મંત્રી એસ. જયશંકરની આગેવાની હેઠળ, ભારતીય વાયુસેનાના બે વિશાળકાય સી-૧૭ ગ્‍લોબમાસ્‍ટર વિમાનો તાબડતોબ વેનેઝુએલા માટે રવાના કરવામાં આવ્‍યા છે. આ વિમાનોમાં ભારતીય સેનાની પ્રતિષ્ઠિત ‘૬૦ પેરા ફીલ્‍ડ હોસ્‍પિટલ' ના ૪૧ નિષ્‍ણાત તબીબો અને પેરામેડિકલ સ્‍ટાફની ટીમ મોકલવામાં આવી છે, જે ત્‍યાં જઈને સીધા જ મેદાન પર ઈજાગ્રસ્‍તોની સર્જરી અને તાત્‍કાલિક સારવાર શરૂ કરશે.

(11:40 AM IST)