<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

અમરનાથ યાત્રાએ ઓફિશિયલ ડયુટી માટે ત્રણ ફાર્માસિસ્‍ટો રવાના

કપરી ડ્‍યુટી દરમિયાન યાત્રિકોની તબિયતની સારસંભાળ રાખવાની વિશેષ જવાબદારી નિભાવશે

રાજકોટ, તા.૨૭: પવિત્ર અને ભૌગોલિક દ્રષ્ટિએ અત્‍યંત દુર્ગમ એવી અમરનાથ યાત્રા ૨૦૨૬ અંતર્ગત દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓની આરોગ્‍ય વિષયક સેવાઓ કાજે રાજકોટ જિલ્લા પંચાયતના ત્રણ  ફાર્માસિસ્‍ટ  ઓફિશિયલ ડ્‍યુટી પર રવાના થયા છે.  જમ્‍મુ કાશ્‍મીર સ્‍થિત અમરનાથ બાબા બર્ફાનીની સૌથી કપરી યાત્રા આગામી મહિને શરૂ  થવા જઇ રહી છે. યાત્રા ધામમાં આ કપરી ડ્‍યુટી દરમિયાન તેઓ યાત્રિકોની તબિયતની સારસંભાળ રાખવાની વિશેષ જવાબદારી નિભાવવા જઈ રહેલા  ફાર્માસિસ્‍ટ ધીમંત નિર્મલ, હિંમત રાઠોડ અને સુરેશભાઈ મકવાણાને પાવન સેવાકાર્યમાં જોડાવા બદલ રાજકોટ પંચાયત ફાર્માસિસ્‍ટ મંડળ દ્વારા ખૂબ ખૂબ  અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

કર્તવ્‍યનિષ્ઠ ટીમની સફર સુખરૂપ, આરોગ્‍યપ્રદ અને સફળ નીવડે તેવી મહાદેવને પ્રાર્થના સહ મંડળના તમામ હોદ્દેદારો અને સભ્‍યો તરફથી મંગલમય શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી છે.

(3:13 PM IST)