<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘પાંચ દિવસ પછી શરૂ થઈ રહેલ ‘ચિલ્લે કલાં'ના ૪૦ દિવસની પ્રચંડ ઠંડીના પ્રારંભ પૂર્વે કાતિલ ઠંડી કાશ્‍મીરીઓના ભુક્કા બોલાવી રહી છે : વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સને કારણે આજે સોમવાર તારીખ ૧૬ અને આવતીકાલે મંગળવારે તારીખ ૧૭ ડિસેમ્‍બરે જમ્‍મુ-કાશ્‍મીર, લદ્દાખ અને આસપાસના વિસ્‍તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવનાઃ કાશ્‍મીર ખીણના તમામ ૧૦ જિલ્લાઓમાં તાપમાન શૂન્‍યથી નીચે ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્‍સિયસ સુધી ચાલ્‍યું ગયું છે : મુસાફરોને દિવસના સમયે જમ્‍મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવાની અને રામબન અને બનિહાલ વચ્‍ચે બિનજરૂરી સ્‍ટોપેજ, ઉભા રહેવાનું ટાળે તેવી પણ સલાહ આપવામાં આવે છે : મેન્‍ટેનન્‍સ એજન્‍સીઓ તરફથી લીલી ઝંડી મળ્‍યા બાદ મુગલ રોડ, સિંથાન રોડ અને સોનમાર્ગ-કારગિલ રોડ પર ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે : ‘ચિલ્લે કલાં'ના સમય દરમિયાન, ચાલુ ઠંડીની લહેર તેની ચરમ સીમાએ પહોંચશે અને કાશ્‍મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી બરફથી ઢંકાયેલા રહેશે, વિશ્વપ્રસિદ્ધ શ્રીનગરનું દાલ સરોવર પણ થીજી જવાના તબક્કે પહોંચી જશે11:56 AM IST