તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
વાવડીના વૃંદાવન ગ્રીનનો બનાવઃ નવ મહિનાની બાળાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૬: ગોંડલ રોડ પર વાવડી પુનિતનગર વૃંદાવન ગ્રીન એફ-૧૦૩માં રહેતાં પરિવારની ૯ મહિનાની દિકરી સવારે બેભાન થઇ જતાં મોત થયું હતું.
જાણવા મળ્યા મુજબ યશવંતભાઇ અશોકભાઇ લાખાણીની દિકરી ધનાલી (ઉ.૯ મહિના) સવારે સાડા પાંચેક વાગ્યે બેભાન થઇ જતાં કે. ટી. ચિલ્ડ્રન બાળકોની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર ધનાલી એક બહેનથી નાની હતી. પિતા યશવંતભાઇ પ્રાઇવેટ નોકરી કરે છે. તેમના કહેવા મુજબ ધનાલીને જન્મથી જ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોઇ અગાઉ એકાદ મહિનો દાખલ કરવી પડી હતી. આજે સવારે તે હલતી ચલતી ન હોઇ બેભાન થઇ ગયાનું લાગતાં હોસ્પિટલે ખસેડી હતી. પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(10:48 AM IST)










