News of Monday, 16th December 2024
અમેરિકામાં એક ભારતીયના રેસ્ટોરન્ટમાંથી ૧૨ મૃતદેહો મળતા ખળભળાટ : તપાસનો પ્રારંભ
જયોર્જિયાની ઘટના : મૃતદેહો પર ઇજાના નિશાન નથી

જ્યોર્જિયા, તા.૧૬: અમેરિકાના જ્યોર્જિયાના ગુદૌરીમાં એક ભારતીય રેસ્ટોરન્ટમાંથી એકસાથે ૧૨ મળતદેહો મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું છે કે મળતદેહો પર હિંસાના કોઈ નિશાન મળ્યા નથી.. મળતકોમાં ૧૧ વિદેશી નાગરિકો હતા, જ્યારે એક જ્યોર્જિયન નાગરિક હતો.
જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ઘટનાને જ્યોર્જિયાના ક્રિમિનલ કોડની કલમ ૧૧૬ હેઠળ ‘બેદરકારીથી જીવને મારી નાખવા'ના કેસ તરીકે ગણવામાં આવે છે. રેસ્ટોરન્ટના કર્મચારીઓ માનવામાં આવતા પીડિતોને બીજા માળે સુવાડવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં મળતદેહો પર હિંસાના કોઈ નિશાન જોવા મળ્યા નથી. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે રેસ્ટોરાંના બીજા માળેથી ૧૨ લોકોનાં મળતદેહો મળી આવ્યા હતા જ્યાં આ લોકોના સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવી માહિતી છે કે મળતકો રેસ્ટોરાંના સ્ટાફના સભ્યો જ હતા. જોકે તપાસમાં જાણવા મળ્યું કે મળતકોના મળતદેહો પર કોઈ શોષણ કે ઈજાના નિશાન નહોતા. પ્રારંભિક ધોરણે જનરેટરનો ઉપયોગ કરતી વખતે શોર્ટ સર્કિટમાં આ લોકોનો મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે, ઘરમાં બેડની નજીક રાખવામાં આવેલા જનરેટરની સ્વિચ ચાલુ હતી. પોલીસ ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોકસાઈડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતા મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયડો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.
રિપોર્ટ અનુસાર, પોલીસ અને ફોરેન્સિક એક્સપર્ટ ઉંડી તપાસ કરી રહ્યા છે. આંતરિક બાબતોના મંત્રાલયે પુષ્ટિ કરી કે ‘‘મળત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે સંબંધિત તપાસ અને ફોરેન્સિક તબીબી વિશ્લેષણનો આદેશ આપવામાં આવ્યો છે.'
રિપોર્ટ અનુસાર આ કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે એક સાથે આટલા લોકોના મોત કયા સંજોગોમાં થયા. આંતરિક બાબતોના મંત્રાલયે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને સત્ય જાહેર કરવાનું વચન આપ્યું છે. મળતકોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.(
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
