તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 16th December 2024
મનપાના સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી કતારો : માથાકુટ
સુમેરા- પેઢડીયા- ઠાકર એ.સી. ચેમ્બરમાંથી કચેરીના પટાંગણમાં કોક દિ' તો ભુલા પડો ! : આધારકાર્ડ કેન્દ્રમાં રેશનકાર્ડ કે.વાય.સી.ની કામગીરી સોંપાતા સુધારા અને નવા આધારકાર્ડ માટેની કામગીરીમાં વિલંબ

રાજકોટ તા. ૧૬: મનપા ઘણા વિભાગો ૩૬૫ દિવસ કાર્યરત હોવા છતાં અરજદારોની કાયમી લાઈનોના દૃશ્યો જોવા મળે છે ત્યારે સરકાર દ્વારા વધારાની કામગીરી સોંપવામાં આવે ત્યારે અધિકારીઓ અને અરજદારોમાં દેકારો બોલી જાય હોય છે. તાજેતરમાં ઈ આધારકાર્ડ કેન્દ્રને સોંપાતા. આધારકાર્ડ કેન્દ્રો હાંફી ગયા હોય તેમ આજે સેન્ટ્રલ ઝોન આધારકાર્ડ કેન્દ્ર ખાતે સવારથી કેવાયસી તેમજ નવા આધારકાર્ડ માટે અરજદારોની લાઈનો લગાતા અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે નવા આધારકાર્ડ માટે આવતા અરજદારોમાં પણ દેકારો બોલી ગયો હતો.
સરકાર દ્વારા રેશનકાર્ડના ઈકેવાયસી માટે આધારકાર્ડના લીંકઅપની જવાબદારી મહાનગરપાલિકાના આધારકાર્ડ કેન્દ્રને સોંપવામાં આવી છે. એક તરફ લોકો પરેશાન ન થાય તે માટે મહાનગરપાલિકાએ આ કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. કારણ કે,, અરજદારે આધારકાર્ડમાં અપડેટ કરાવ્યા બાદ મામલતદાર કચેરી તેમ બે સ્થળે લાઈનમાં ઉભુ રહેવું પડતું હતું. આથી મનપાએ આ કામગીરી સરળ બનાવવા માટે આધારકાર્ડ કેવાયસીનું અપડેટ કરવાનો પ્રારંભ કર્યો હતો.
શરૂઆતમાં લોકોને ખબર ન હોવાથી આધારકાર્ડ કેન્દ્રમાં કામગીરી સરળતાથી થઈ રહી હતી. પરંતુ શનિ-રવિની રજા બાદ સોમવારે રૂટીન કામગીરી માટે પણ અરજદારોની ભારે ભીડ હોય છે. ત્યારે કેવાયસીની કામગીરી માટે અલગથી આવતા અરજદારોનો ઉમેરો થતાં આજે સવારથી આધારકાર્ડ કેન્દ્ર ખાતે લોકોએ લાઈનો લગાવી હતી. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કેન્દ્રથી લઈને મહાનગરપાલિકા કચેરીના ગેઈટનીબહાર નિકળેલી લાઈનો પણ જોવા મળી હતી. જેના લીધે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. એક તબક્કે અમુક અરજદારોએ જણાવેલ કે, પોતાના કામમાં પહોંચી શકતા નથી અને વધારાની કામગીરી માથે લઈને તંત્રએ મોટી સમસ્યા ઉભી કરી છે. પરંતુ સરકારની સુચના મુજબ મહાનગરપાલિકાએ કામગીરી શરૂ કરવાની ફરજ પડી છે. જેના લીધે અધિકારીઓમાં કચવાટ વ્યાપી રહ્યો છે.
આધારકાર્ડ કેન્દ્ર ખાતે આજે ઈકેવાયસીની કામગીરી તદઉપરાંત નવા આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં સુધારા-વધારા સહિતના કામો માટે અરજદારોએ લાઈનો લગાવી હતી. જેમાં ઈકેવાયસી ઉપરાંત નવા આધારકાર્ડ માટે બાળકનું જન્મનું સર્ટી પુરા નામ માટે આપવાનું થતું હોય આ મુદ્દે પણ અનેક અરજદારોએ આધારકાર્ડ કેન્દ્ર ખાતે માથાકુટ કરી હોવાનું જાણવા મળેલ છે.
ત્યારબાદ અધિકારીઓની સમજાવટ બાદ જૂના દાખલા માંથી પુરા નામ વાળો દાખલો કઢાવવા માટે અરજદારો તૈયાર થયા હતાં. આજે સેન્ટ્રલઝોન કચેરી ખાતે અરજદારોમાં અફરાતફરી જોવા મળી હતી. જ્યારે ઈસ્ટઝોન અને વેસ્ટઝોન કચેરી ખાતે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે.
થોડા સમય પહેલા આધારકાર્ડ કેન્દ્રમાં ફરજ બજાવતા તમામ જૂના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. અગાઉ આધારકાર્ડની કામગીરીમાં એરરરના બનાવ વધતા દોષનો ટોપલો કર્મચારી ઉપર ઢોળી તેઓને સસ્પેન્ડ કરવામાં આવેલ તે સમયે પણ અરજદારોમાં દેકારો બોલી ગયેલ અને આનન-ફાનન તંત્ર દ્વારા નવા ઓપરેટરોની સાથે જૂના ઓપરેટરોને પણ બેસાડી કામગીરી સરૂ કરાવી હ તી.
જે રાબેતા મુજબ થતાં જ સરકારે ઈકેવાયસીની કામગીરી આધારકાર્ડ કેન્દ્રને સોંપી છે. જેના લીધે ફરી વખત વર્કલોડની સામે કીટ અને સ્ટાફ ઓછો પડતા આ સમસ્યા સર્જાઈ હોવાનું આધારકાર્ડ વિભાગના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
સરકાર દ્વારા આધારકાર્ડ કેન્દ્રની કામગીરી મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરી ખાતે શરૂ કરાઈ છે. જેની સાથો સાથ પોસ્ટઓફિસો તેમજ અમુક ેબંન્કોને પણ આધારકાર્ડ માટેની ઓથોરીટી આપવામાં અવાી છે. પરંતુ આ બાબતે લોકો અજાણ હોવાથી આધારકાર્ડની કાર્યવાહી ફક્ત મહાનગરપાલિકાની કચેરી ખાતે જ થાય છે. તેવું જાણતા હોય ત્રણેય ઝોનલ કચેરીખાતે વર્ષ દરમિયાન અરજદારોની ભારે ભીડ રહેતી હોય છે. જેમાં કર્મચારીઓને સસ્પેન્ડ કરવા તેમજ સર્વર ડાઉન સહિતની સમસ્યાઓ આવતી હોય આધારકાર્ડ કેન્દ્રમાં અરજદારોને રોજબરોજ ચકમક ઝરતી હોય છે.
(3:16 PM IST)










