<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

કોમનમેન મેઘજીભાઈ ચાવડાનું સ્‍વપ્‍ન પુરૂ થયુઃ ધ્રોલના હમાપરમાં ૭ કરોડના ખર્ચે બ્રીજના કામનું ખાતમુર્હુત

ધારાસભ્‍ય સહિત આગેવાનો એ નાથાબાપાના આશિર્વાદ લીધા : હમાપર ગામે બ્રીજ બનતા ૧૦ ગામોને થશે ફાયદો ખાતમુર્હૂતઃ મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડ્‍યા

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલ તા. ૧૬ : ધ્રોલ તાલુકાના હમાપર ગામે ૭ કરોડના ખર્ચે બ્રીજ ધારાસભ્‍ય મેધજીભાઈ ચાવડા ગુજરાત સરકારમાંથી મંજુર કરાવવામાં સફળતા મેળવીને આજે આ મેજર બ્રીજના કામનો મેઘજીભાઈ ચાવડાના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો હતો મેધજીભાઈના ચાવડાની રજુઆતના પગલે, કાલાવડ, ધ્રોલ અને જોડીયા તેમજ મોરબી તાલુકાના ૨૪ કરોડના ખર્ચે ૭ બ્રીજ મંજુર કરાવવામાં સફળતા મળી છે ત્‍યારે હમાપર સહીત આજુબાજુના ગ્રામજનોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી.

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના ઙ્કથમ વખત ધારાસભ્‍ય મેધજીભાઈ ચાવડા હતા ત્‍યારે ૨૦૧૭માં આ બ્રીજ મંજુર કરાવ્‍યો હતો પરંતુ કોઈપણ કારણોસર આ બ્રીજનું કામ અટકી ગયુ હતુ. અને વિકાસના કામો અટકી જવા પામ્‍યા હતા તેવામાં ફરીથી કોમનમેનની છાપ ધરાવતા અને ઓછુ બોલીને વધુ કામ કરાવવાની આદતના કારણે મેધજીભાઈ ચાવડાએ ફરીથી ધ્રોલ તાલુકાના હમાપર ગામે નવા ભાવ પ્રમાણે ૭ કરોડ રૂપીયાના ખર્ચે હમાપર ગામે બ્રીજ મંજુર કરાવ્‍યો હતો.

જેનું આજે મેધજીભાઈ ચાવડાના હસ્‍તે ખાતમુર્હત રાખવામાં આવેલ હતુ, ધ્રોલથી હમાપર ગામને જોડતા રસ્‍તે ૧૦ ગામો આવે છે અને દર ચોમાસા દરમ્‍યાન હમાપર ગામે ભારેથી અતિ ભારે વરસાદના કારણે હમાપર સહીતના ૭ ગામો વિખુટા પડી જતા ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાનું છેલ્લા ઘણા સમયથી સપનુ હતુ હમાપર ગામે બ્રીજ બનાવવાનું જે આજે પુર્ણ થયુ છે અને તેમના હસ્‍તે આ બ્રીજનું ખાતર્મુહત કરવામાં આવતા સમગ્ર હમાપર ગામ સહીત આજુબાજુના ગામોમાં હરખની હેલી સમાઈ હતી.

તેવામાં મેધજીભાઈ ચાવડાની છાપ સરળ સ્‍વભાવની હોય અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ પાસે પણ ઈમાનદારીની છબીના કારણે ભુપેન્‍દ્રભાઈ પટેલ અત્‍યાર સુધીમાં ‘ન ભુતો ન ભવિષ્‍ય' માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજે ૩૦૦ કરોડ રૂપીયાના બે વર્ષમાં વિકાસના કામો મંજુર કર્યા.

આ ખાતર્મુહતના શુભ પ્રસંગે ધારાસભ્‍ય મેધજીભાઈ ચાવડા, ઉપરાંત ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જીલ્લા ઉપાધ્‍યક્ષ ડી.ડી. જીવાણી, ધ્રોલ તાલુકા પંચાયત ઉ.પ. પ્રમુખ પત્તી બ્રિજરાજસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ રાજભા જાડેજા, ધ્રોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ વિરભાઈ વરુ, હિતેશભાઈ ભોજાણી, કિશાન મોરચા પ્રમુખ અરવિંદભાઈ હિન્‍સુ(કાકા), હમાપર ગામના સરપંચ, અશોકભાઈ કાનગડ, કાથડભાઈ શિયાર, હમાપર ગામના આહિર સમાજના આગેવાન અને ભાજપના પીઢ અગ્રણી કેશુભાઈ ડાંગર સહિત આજુબાજુના ગામની પ્રજાઓ ઉપસ્‍થિત રહીને ધારાસભ્‍ય મેધજીભાઈ ચાવડાનું સન્‍માન કરીને આભાર વ્‍યકત કર્યો હતો અને હમાપર સુપ્રસિઘ્‍ધ ગામ ધણી નાથાબાપા ના આશિર્વાદ લીધા હતું.

(12:00 PM IST)