તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
આવતા રવિવારે રાજકોટમાં એનઆરઆઇ ફાયનાન્સીયલ કોન્કલેવ
એનઆરઆઇ માટે ટેક્ષેસન,નિતિનિયમો, ડબલ ટેક્ષેસને એવોઇડન્સ એગ્રીમેન્ટ અને એનઆરઆઇ માટે અસરકારક રોકાણનો પોર્ટફોલિયો વિષય ઉપર આશુતોષ દ્વારા આયોજનઃ ૨૧ મીએ અમદાવાદમાં કોન્કલેવ યોજાશે : દક્ષેશ કોઠારી-રાજીત કોઠારી

રાજકોટઃ નોન રેસિડેન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ) ફાનાન્સીઅલ કોન્કલેવ ૨૦૨૪ (સીઝન - ૮) અંતર્ગત નોન રેસિડેન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ) માટે ટેક્ષેસન, નીતિનિયમો અને ડબલ ટેક્ષેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ (ડીટીએએ) તેમજ નોન રેસિડેન્ટ ઇન્ડિયન (એનઆરઆઇ) માટે અસરકારક રોકાણ ની પોર્ટફોલિયો ના વિષય પર પ્રેઝન્ટેશનનું આયોજન
રાજકોટઃ દર વર્ષ ની જેમ સતત આઠમાં વર્ષે પણ નોન રેસિડેન્ટ ઇન્ડિયન (‘‘ેએનઆરઆઇ) તથા તેના સગાસંબંધીઓને માહિતી આપવાના હેતુસર આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. દ્વારા ફાયનાન્સીઅલ કોન્કલેવ ૨૦૨૪ (સીઝન - ૮)''અંતર્ગત નોન રેસિડેન્ટ ઇન્ડિયન (પાસ) માટે ટેક્ષેસન, નીતિનિયમો અને ડબલ ટેક્ષેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ તેમજ નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે અસરકારક રોકાણ નો પોર્ટફોલિયો ના વિષય પર પ્રેઝન્ટેશનનું આયોજન વિષય પર જાણીતા ટેક્સ એન્ડ ફાઈનાન્સીઅલ કન્સલ્ટન્ટ અને આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી.ના એમ. ડી. અને સી. ઈ. ઓ. શ્રી દક્ષેશભાઈ કોઠારી તથા સીએ એન્ડ સી.એફ.પી. રાજીત દક્ષેશભાઈ કોઠારી નું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનું તા.૨૧ ડિસેમબરે શનિવારે, ગુજરાતીમાં અમદાવાદ ખાતે તથા ૨૨ ડિસેમ્બરે રવિવારે, ગુજરાતીમાં રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ હોવાનું કંપનીની યાદીમાં જણાવ્યું છે.
શ્રી દક્ષેશ કોઠારી દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી યુનિયન બજેટ પર અને નોન-રેસિડેન્ટ ઇન્ડિયન માટે છેલ્લા ૭ વર્ષથી ઈન્કમ ટેક્સ તથા રોકાણનું આયોજન અને વારસાઈ હક્ક અંગેનું આયોજન જેવા સ્ અનેકવિધ વિષયો પર રાજકોટ તથા અમદાવાદ ખાતે સંખ્યાબંધ સેમિનારો યોજાઇ ગયેલ છે આ કાર્યક્રમના બીજા વક્તા સીએ રાજીત દક્ષેશભાઈ કોઠારી ડેલોઈટ ઇન્ડિયામાં મુંબઈ ખાતે ઇન્ટરનેશનલ ટેક્ષેસનમાંથી અનુભવ પ્રાપ્ત કરેલ છે. તેઓ સર્ટિફાઈડ ફાયનાન્સીલ પ્લાનર પણ છે.
આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લી. ૨૪ વર્ષોથી રોકાણ ના ક્ષેત્રે તથા ટેક્ષેસન નાક્ષેત્રમાં ૬૬ વર્ષથી રાજકોટ ખાતે કાર્યરત છે. ે અમદાવાદ તથા મુંબઈ ખાતે પણ ઓફીસ ધરાવે છે. ે ભારત તથા યુ.એસ. એ., યુ કે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુ એ. ઈ., આફ્રિકા, વગેરેના ૫૦૦૦ થી વધારે સંતુષ્ટ રોકાણકારો સંકળાયેલા છે.
આ સેમિનારમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.તેમ પણ જણાવાયું છે.
(૧) નોન રેસિડેન્ટ ઇન્ડિયન ભારતમાં કયાં -કારના બેંક ખાતા રાખી શકે છે તે અંગેની માહિતી આપવામાં આવશે.
(૨) નોન રેસિડેન્ટ ઇન્ડિયન -એ ભારતમાં નાણાકીય વ્યવહારો કરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ઉલ્લેખ કરવો કઈ જગ્યાએ જરૂરી છે તેની માહિતી આપવામાં આવશે.
(૩) નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે આધાર કાર્ડ અને ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા (OCi) ની અનિવાર્યતા અંગેની માહિતી આપવામાં આવશે.
(૪)નોન રેસિડેન્ટ ઇન્ડિયન એ ભારતની આવક જે તે રહેઠાણ ના દેશમાં કઈ રીતે દર્શાવવી તે અંગેની માહિતી તેમજ બેવડા ટેકસ ભરવાની જવાબદારી ઉપસ્થિત ના થાય તે માટે ડબલ ટેક્ષેશન અવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) નો લાભ કઈ રીતે લઇ શકાય તે અંગેની માહિતી આપવામાં આવશે.
(૫) નોન રેસિડેન્ટ ઇન્ડિયન દ્વારા ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ અને અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIF) માં રોકાણ કરવા અંગેના નીતિ નિયમો તેમજ તેના પર ટેકસ તથા ટેકસ ડીડકસન એટ સોર્સ (TDS) ની જવાબદારી અંગેની માહિતી આપવામાં આવશે.
(૬) ભારતના ટેક્સના વહીવટી માળખામાં તાજેતરના સમયમાં ધરખમ ફેરફારો કરવામાં આવેલ છે જેને લીધે ફેસલેસ એસસમેન્ટ અપીલ ની લ ની કાર્યવાહી વધુ સરળ થઈ ગયેલ છે જેનો લાભ કરદાતાને થયેલ છે તે અંગેની માહિતી આપવામાં આવશે.
(૭) નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે ભારતમાંથી વિદેશમાં ફંડ ટ્રાન્સફર કરવા અંગે કરવાની થતી કાર્યવાહી તથા કેટલી મર્યાદામાં દર વર્ષે આ રકમ મોકલી શકાય તે અંગેની માહિતી આપવામાં આવશે.
(૮) નોન રેસિડેન્ટ ઇન્ડિયન દ્વારા ભારતમાં ધંધો કયાં માળખા માં શરુ કરવો એટલે કે પ્રોપ્રરાઈટરશીપ, ભાગીદારી, લીમીટેડ લાયબીલીટી (LLP) અને કંપનીમાં ફાયદાકારક રહેશે તે અંગેની માહિતી આપવામાં આવશે તેમજ અમુક ક્ષેત્રમાં ધંધો શરુ કરવા માટે કાનૂની પ્રતિબંધો છે તેની માહિતી આપવામાં આવશે.
(૯) નોન રેસિડેન્ટ ઇન્ડિયન એ ભારતમાં ભારતની મિલકતોનું વિલ કઈ રીતે બનાવવું તેની કાર્યવાહી અને ભારતમાં વિલ બનાવ્યા બાદ મળત્યુ પામે અથવા વિલ બનાવ્યા વગર મળત્યુ પામે તો
વારસાહક્ક અંગેના નિયમો અંગેની માહિતી, તથા વિદેશમાંથી ભારતમાં રહેલ મિલકતોનું વિલ બનાવવું હોય ભારતમાં હાજર રહેવું અનિવાર્ય છે કે નહિ તે અંગેની માહિતી તેમજ ભારતમાં રોકાણ કરેલ નાણાંકીય મિલકતોમાં નોમિનેશન ની અનિવાર્યતા અંગેની માહિતી આપવામાં આવશે.
(૧૦) નોન રેસિડેન્ટ ઇન્ડિયન પર ભારતની વિકાસની યાત્રામાં સહભાગી થઇ ભારતમાં રોકાણ માટે વિવિધ છે જેવા કે મ્યુચ્યુઅલ ફંડ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ેએઆઇએફ સોરાષ્ટ્રોમાં પોર્ટફોલીઓ મેનેજમેન્ટ ર્સવિસીઝ પીએમએસ તેમજ ભારતમાં વીમો લેવા માટે ઘણા સારા વિકલ્પો ઉપલબ્ધ છે અંગેની માહિતી જેવા કે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન ઇન્સ્યોરન્સ કવરની સાથે રોકાણની સારી તકો અને રીટાયરમેન્ટ પ્લાનિંગ અંગે માહિતી આપવામાં આવશે.
(૧૧) નોન રેસિડેન્ટ ઇન્ડિયન પરા દ્વારા યુએસએ ના સ્ટોકમાં રોકાણ કરી પોર્ટફોલીઓ માં વૈવ્યીકરણ કરી રોકાણનો મહતમ લાભ કઈ રીતે લઇ શકાય તેની માહિતી આપવામાં આવશે.
(૧ર) નોન રેસિડેન્ટ ઇન્ડિયન માટે ગીફટ સીટી માં કર્યા વારસાહક્ક અંગેના નિયમો અંગેની માહિતી, તથા વિદેશમાંથી ભારતમાં રહેલ મિલકતોનું વિલ બનાવવું હોય ભારતમાં હાજર રહેવું અનિવાર્ય છે કે નહિ તે અંગેની માહિતી તેમજ ભારતમાં રોકાણ કરેલ નાણાંકીય મિલકતોમાં નોમિનેશન ની અનિવાર્યતા અંગેની માહિતી આપવામાં આવશે.
આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસિઝ વારસાહક્ક અંગેના નિયમો અંગેની માહિતી, તથા વિદેશમાંથી ભારતમાં રહેલ મિલકતોનું વિલ બનાવવું હોય ભારતમાં હાજર રહેવું અનિવાર્ય છે કે નહિ તે અંગેની માહિતી તેમજ ભારતમાં રોકાણ કરેલ નાણાંકીય મિલકતોમાં નોમિનેશન ની અનિવાર્યતા અંગેની માહિતી આપવામાં આવશે
આ તકે આશુતોષ ફાયનાન્સીયલ સર્વિસિઝ પ્રા. લી. દ્વારા રસ ધરાવતા લોકોને આ પ્રેઝન્ટેશનનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે.
આ પ્રેઝન્ટેશનનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે મોં., +૯૧ ૭૦૪૩૦ ૮૮૮૫૯ , ૯૧૦૬૪ ૮૭૧૯૪ પર સંપર્ક કરવા કંપનીની યાદીમાં જણાવાયું છે.
(12:07 PM IST)










