તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
સુરતના ઓલપાડમાં ઘર કંકાસથી કંટાળીને કુહાડીના ઘા મારી પત્નીની હત્યા કરી પતિએ કરી આત્મહત્યા
મર્ડર અને આપઘાતની ઘટનાને લઈને ઓલપાડ પોલીસ દોડતી થઇ

સુરતના ઓલપાડમાં રોજેરોજના ઘર કંકાસથી કંટાળીને પતિએ, પત્નીને કુહાડીના ઘા મારી પતાવી નાખતા પરિવારનો માળો વિખરાઈ જવા પામ્યો છે. ઓલપાડ ખાતે રહેતા ધનસુખભાઈ કેશવભાઈ રાઠોડે ઘરમાં રોજ થઈ રહેલ કજિયાથી કંટાળી પોતાની પત્ની લક્ષ્મી રાઠોડની હત્યા કરી દીધી હતી.
માથામાં કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કરી પતિ ધનસુખ ભાગી ગયો અને ગામની સીમમાં જઈ ઝેરી દવા પી ઊંચી પાણીની ટાંકી પરથી કૂદી આપઘાત કરી લીધો હતો. મર્ડર અને આપઘાતની ઘટનાને લઈને ઓલપાડ પોલીસ દોડતી થઇ છે. ઓલપાડ પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી છે
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
