<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

આજે ઊંઝા એપીએમસીની ચૂંટણી :ભાજપના બે જૂથ આમનેસામને : અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા

કુલ 14 બેઠકો માટે 1063 મતદારો નોંધાયેલા છે : ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે.

ઊંઝા APMCની આજે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં ભાજપના બે જૂથો આમને સામને છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું જૂથ આમને સામને છે. અજ્ઞાત સ્થળે લઈ જવાયેલા મતદારોને સીધા મતદાન મથકે લવાયા છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 260 મતદારો નોંધાયા છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટે 803 મતદારો નોંધાયેલા છે. કુલ 14 બેઠકો માટે 1063 મતદારો નોંધાયેલા છે. આજે યોજાનાર ચૂંટણીની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે.

(11:44 AM IST)