<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

ટેક્નોલોજી અને ડિફેન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર ૧૬ વર્ષના યુવકનું AI ડિફેન્સ સ્ટાર્ટઅપ હવે અત્યાધુનિક મિસાઈલ્સ બનાવશે:સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર

જે ઉંમરે કિશોરો શાળા-કોલેજના અભ્યાસમાં વ્યસ્ત હોય છે તે ઉંમરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જોરે સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતા ભલભલા દિગ્ગજોના છાતીના પાટિયા બેસી ગયા: ડિફેન્સ ટેક્નોલોજીમાં યુવા ભેજાબાજની એન્ટ્રીથી વૈશ્વિક સ્તરે ભારે ખળભળાટ, કુતૂહલ અને ધમધમાટ

નવી દિલ્હી:ટેક્નોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે એક એવો અત્યંત ચોંકાવનારો, અકલ્પનીય અને સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વના ટેક નિષ્ણાતો અને ડિફેન્સ કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે. માત્ર ૧૬ વર્ષની નાની વયના એક યુવકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ડિફેન્સ સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે, અને હવે તેની કંપની અત્યાધુનિક મિસાઈલ્સ બનાવવા જઈ રહી હોવાના અહેવાલોથી સમગ્ર જગતમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

હેન્રિજ્સે કોસ્ટ પર કિલ' પર આધારિત પિચ તૈયાર કરી છે. યુક્રેન યુદ્ધમાં મોટી સંખ્યામાં સસ્તી અને ઝડપથી બની શકે તેવી પ્રણાલીઓના મહત્વને જોતાં, આ સ્ટાર્ટઅપ મોંઘી મિસાઈલ પ્રણાલીઓ અને ડ્રોન વચ્ચેનો મધ્યમ વિકલ્પ પૂરો પાડવાનો દાવો કરે છે. કંપનીનો દાવો છે કે તેની મિસાઈલો બનાવવામાં સરળ, પોર્ટેબલ લોન્ચરથી છોડી શકાય તેવી અને સિગ્નલ જામિંગ સામે પ્રતિરોધક રહેશે.
કંપનીના જણાવ્યા અનુસાર, મિસાઈલને આસિસ્ટ કરતી સોફ્ટવેર સિસ્ટમ તૈયાર કરી દેવામાં આવી છે. તેના હાર્ડવેર પર કામ ચાલી રહ્યું છે. હેન્રિજ્સ પાસે અનુભવી ટીમ છે. આ વર્ષે એપ્રિલમાં લંડનમાં યોજાયેલી હેકાથોનમાં તેમણે ૪૮ કલાકમાં એઆઈની મદદથી કમ્પ્યુટર સર્કિટ બોર્ડ ડિઝાઈન કરી શકે તેવી સિસ્ટમ ડેવલપ કરી હતી. તેમની ટીમ નંબર વન રહી હતી.

(6:20 PM IST)