News of Monday, 16th December 2024
દસ વર્ષમાં ટોઇલેટ અને ફલોર કલીનરનું માર્કેટ થયું બમણું
દેશનું સરફેસ કલીનરનું બજાર ૪ર૦૦ કરોડ રૂપિયા

મુંબઇ તા. ૧૬: વડા પ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાન લોંચ કર્યા પછી અત્યારે ભારતના અડધાથી વધારે ઘરોમાં ટોઇલેટ કલીનરોનો વપરાશ થઇ રહ્યો છે. અન્ય લક્ષ્યોની સાથે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વધુને વધુ ટોઇલેટો બનાવીને ખુલ્લામાં શૌચ બંધ કરાવવાનો અને સોલીડ વેસ્ટ મેનેજમેંટમાં સુધારો લાવવાનો હતો.
ર૦૧૪માં ટોઇલેટ અને ફલોર કલીનર્સનો ઉપયોગ અનુક્રમે ૧૯ અને ૮ ટકા ઘરોમાં થતો હતો. જે હવે વધીને બમણાંથી પણ વધી ગયો છે અને હાલમાં પ૩ ટકા ઘરોમાં ટોઇલેટ કલીનર્સ અને રર ટકા ઘરોમાં ફલોર કલીનર્સ ખરીદવામાં આવે છે એવું તાજેતરના કંટાર ડેટામાં કહેવાયું છે. દેશના ૧ર૮ મીલીયનથી વધારે ઘરોમાં ટોઇલેટ કલીનર્સ અને પર મીલીયન ઘરોમાં ફલોર કલીનર્સ અત્યારે ખરીદાય છે.
સારી આરોગ્ય પ્રદ સેવાઓ બાબતે જાગૃતિ ફેલાવીને સેનીટેશન ઉત્પાદનના ઉત્પાદકોએ પણ આ બાબતે મહત્વનું કામ કર્યું છે. ડાબર હોમ કેરના માર્કેટીંગ વડા વૈભવ રાઠીએ કહ્યું, આ શ્રેણીમાં ગ્રામ્ય ભારતમાં વધી રહેલા મકાનો અને જાગૃત ગ્રાહકોમાં થયેલા વધારાથી પણ આ ઉત્પાદનોના વેચાણમાં વધારો થયો છે. ભારતનું સરફેસ કલીનર્સ બજાર ૪ર૦૦ કરોડ રૂપિયાએ પહોંચી ગયું છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
