<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

વિસાવદરના સિનિયર મોસ્ટ એડવોકેટ આર.ડી.પટેલનુ અવસાન : મંગળવારે સવારે ૧૧ કલાકે અંતિમયાત્રા

પાંચ દાયકાથી વધુ સમય વકીલાતની સાથોસાથ સરપંચ, શિક્ષક, પટેલ સમાજના ટ્રસ્ટી, લાયન્સ પ્રેસિડેન્ટ, હોમગાર્ડઝ કમાન્ડર સહિતના પદ શોભાવ્યા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર પંથકના સૌથી સિનિયર મોસ્ટ એડવોકેટ આર.ડી.પટેલ (રાઘવજીભાઈ દેવશીભાઈ પટેલ) ઉ.વ. ૮૮નુ તા.૧૬-૧૨-૨૦૨૪ સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા.૧૭-૧૨-૨૦૨૪ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે તેમના નિવાસસ્થાન ખાતેથી નિકળશે.

વિસાવદરના જાણીતા ધારાશાસ્ત્રી સમીરભાઈ પટેલ તથા ચિરાગભાઈ પટેલના પિતાશ્રી આર.ડી.પટેલ સૌથી સિનિયર મોસ્ટ એડવોકેટ હતા. તેઓ પાંચ દાયકાથી વધુ સમયથી વકીલાતની સાથોસાથ સરપંચ, શિક્ષક, પટેલ સમાજના ટ્રસ્ટી, લાયન્સ પ્રેસિડેન્ટ, હોમગાર્ડઝ કમાન્ડર સહિતના પદ શોભાવ્યા હતા. સમીરભાઈ પટેલ (મો.૯૪૨૬૪ ૨૨૧૬૫)

(12:30 AM IST)