<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નોઈડામાં ગાંજા અને હશીશ સપ્લાય કરતા મોટા રેકેટનો પર્દાફાશ: મહિલા સહીત પાંચ આરોપીની ધરપકડ

નોઈડા-એનસીઆરની જાણીતી યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને સપ્લાય કરવાનો આરોપ

નોઈડામાં ઓનલાઈન ગાંજા અને ચરસ સપ્લાય કરતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. આમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ લોકો પર નોઈડા-એનસીઆરની જાણીતી યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓને સપ્લાય કરવાનો આરોપ છે. માદક દ્રવ્યોની ડિલિવરી માટે, મોટી ઈ-કોમર્સ સાઇટ્સના પેકેજની જેમ પેકિંગ કરવામાં આવતું હતું, ત્યારબાદ રાઇડર્સ તેને પહોંચાડતા હતા.

(7:43 PM IST)