તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
મા ખોડલ રથમાં બિરાજી રૂબરૂ આમંત્રણ આપવા નિકળ્યા
શ્રી ખોડલધામ ઉતર ગુજરાત (સંડેર)ના શિલાપૂજનનું આમંત્રણ આપવા મા ખોડલના રથનું ગામડે ગામડે પરિભ્રમણ બાયડ તાલુકાના ભુડાસણ ગામથી પ્રારંભઃ ૧પ ડિસેમ્બરથી ૧૯ જાન્યુઆરી સુધી મા ખોડલનો રથ અરવલ્લી, સાંબરસાંઠા, ગાંધીનગર, મહેસાણા, બનાંસકાંઠા, પાટણ જીલ્લાના ગામડાઓમાં પરિભ્રમણ કરશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શ્રી નરેશભાઇ પટેલ અને ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ ગુજરાતના વિવિધ ઝોનમાં શ્રી ખોડલધામ સંકુલનું નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહયું છે. ત્યારે શ્રી ખોડલધામ સંકુલ ઉતર ગુજરાતનું પાટલ જીલ્લાના સંડેર ગામ પાસે નિર્માણ કાર્ય થઇ રહયું છે. આગામી તા.ર૧ જાન્યુઆરી ર૦રપના રોજ શ્રી ખોડલધામ ઉતર ગુજરાત સંકુલનો સંડેર ખાતે ૧૦૦૮ શિલાન્યાસ પુજન સમારોહ યોજાવા જઇ રહયો છે. આ શિલાપુજન સમારાહનું રૂબરૂ આમંત્રણ આપવા માટે મા ખોડલ રથમાં બિરાજમાન થઇને ગામડે ગામડે પરીભ્રમણ કરશે. આ રથ પરિભ્રમણની શરૂઆત તા.૧પ ડિસેમ્બરના રોજ બાયક તાલુકાના ભુડાસણ ગામથી થઇ હતી.
અરવલ્લી જીલ્લાના બાયક તાલુકાના ભુડાસણ ગામે ૧પ ડિસેમ્બરના રોજ મા ખોડલના રથનું આગમન થયું હતું. જયાં ગ્રામજનોએ વાજતે-ગાજતે મા ખોડલના રથને વધાવ્યો હતો. પાંચ કુવારિકાઓ દ્વારા રથના સામૈયા કરવામાં આવ્યા હતાં. સાથે જે ગ્રામજનો દ્વારા આપવામાં આવેલી શિલાનું પુજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા ખોડલની આરતી કરીને સૌ રાસ-ગરબે રમ્યા હતાં. ભુડાસણ ગામેથી રથનું પ્રસ્થાન થયું હતું ત્યારબાદ રથ ઉંટરડા, લીંબ, નવી વાસણી, જુની વાસણી, ચાંદરેજ, આંબલીયારા ગામમાં ફર્યો હતો. તમામ ગામમાં લોકોએ રથને આસ્થાભેર આવકાર્યો હતો. તમામ ગામમાંથી એક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલા મંદિર નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે. રથ પરિભ્રમણની સાથે સાથે તમામ ગામના લોકોને આમંત્રણ પત્રિકા આપીને ર૧ જાન્યુઆરી સુધી અરવલ્લી, સાંબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ જીલ્લાના વિવિધ ગામડાઓમાં પરિભ્રમણ કરશે. ૧૯ જાન્યુઆરીના રોજ પાટણ જીલ્લાના સંડેર ખાતે શ્રી ખોડલધામ ઉતર ગુજરાત સંકુલ ખાતે રથ પરિભ્રમણનું સમાપન થશે અને ત્યાં મહાઆરતી કરવામાં આવશે.
(4:22 PM IST)










