<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પૂ.માધવપ્રિયદાસજી ના હસ્‍તે ત્‍યાગાશ્રમ યાત્રીક ભવનનું ભૂમીપૂજન

જોગીસ્‍વામીના કૃપાપાત્ર ગામ માખાવડ ખાતે સત્‍સંગના ભવ્‍ય વારસાને ત્‍યાગી બહેનોએ આગળ ધપાવ્‍યો

રાજકોટ : લોધીકા તાલુકાના માખાવડ ગામ ખાતે શ્રી સ્‍વામિનારાયણ મહિલા મંદિરના ત્‍યાગી બહેન કિર્તનબેન વતી ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી જણાવે છે.માખાવડ ગામ વર્ષોથી સ્‍વામિનારાયણ સંપ્રદાયના મુલ્‍યો, સિંધ્‍ધાતો તેમજ નિત્‍ય-નિયમનુ આચરણ કરતુ આવ્‍યુ છે. આ ગામ ખાતે ૬ સ્‍વયં શ્રીજી મહારાજ પધાર્યા છે. તદઉપરાંત ખાંભા, મેંગણી, લોધીકા આદી ગામોના નામોનુ વર્ણન સંપ્રદાયના મુખ્‍ય ગ્રંથ એવા હરિલિલામળતમા પણ  જોવા મળે છે.

આજથી ૫ દાયકા પહેલા સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ ખાતે મહંત પદે બિરાજીત અખંડ પારાયણ પૂ. સદગુરૂ જોગી સ્‍વામી એ ગામને સત્‍સંગ કરાવી ‘‘શ્રીજી મહત્‍વ'' સમજાવ્‍યુ હતુ.  ગામના અગ્રણી અને ગુરુકુલના તત્‍કાલીન વિધાર્થી  ચેતનભાઈ રામાણી પોતાના બળદ ગાડામાં સ્‍વામીને માખાવડ લઇ જઇ સત્‍સંગ વિચરણ કરતા અને પૂ. સ્‍વામી એ ગામમાં પુરૂષો તેમજ મહિલાઓ માટે ૨ અલગ મંદિર તે સમયે બનાવી ગામમાં સંસ્‍કારોનુ સિંચન કરાવી સંપ, ભાઇચારો, એકતા અને અખંડિતતાના સંદેશો આપ્‍યા હતા.

ત્‍યારથી લઇ આજ દિન સુધી ગામના ભાઇઓ બહેનોએ નિયમીત મંદિરે પૂજા-અર્ચના, આરતી તેમજ ધૂપ-દિવા કરી દરેક ઉત્‍સવોને ભવ્‍યતાથી ઉજવ્‍યા અને બાદમા આ ગામમા ત્‍યાગી બહેનોને મહારાજે આશીર્વાદ સ્‍વરૂપે સરધાર મંદિરના મંડળમાથી અહીં મોકલી સત્‍સંગના ભવ્‍ય વારસાને આગળ ધપાવવાનો સંકલ્‍પ કરાવ્‍યો અને બહેનોએ અહીં પધારી ૨ વર્ષ સુધી આજૂ બાજૂના ગામમા સત્‍સંગ વિચરણ કર્યુ  હવે સત્‍સંગનો ફેલાવો થયો અને મંદિરે નિત્‍ય સવારે સાંજ ૧૦૦ બહેનો ધૂન-કિર્તન કરે છે. એમના નિવાસ માટે ર રૂમો, સોળે રસોડુ, ઠાકોરજીનુ રસોડુ, કોઠારે રૂમ, સત્‍સંગ હોલ તેમજ બહાર ગામથી આવતા ત્‍યાગી બહેનો તેમજ યાત્રીકો માટે ૫ રૂમનું સુંદર અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ ત્‍યાગાશ્રમનુ તેમજ યાત્રીક ભવનનુ ભૂમીપૂજન એસ.જી.વી.પી. અમદાવાદ ના મહંત પૂ. સદગુરૂ શાષાી માધવપ્રિયદાસજી સ્‍વામીજીના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યુ . ૨ વર્ષની અંદર કામ પુરૂ કરી લોકાર્પણ યોજવામાં આવનાર છે.

આ ભૂમીપૂજનમા મુખ્‍ય મહેમાન તરીકે જેતપુર ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા, રાજકોટના  ધારાસભ્‍ય રમેશભાઇ ટિલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી, પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠિયા, લોધીકા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ મોરડ, મહામંત્રી મોહનભાઇ ખુંટ, મનસુખભાઈ સરધારા, ઉ્‌દ્યોગપતી યોગેશભાઇ વધાસીયા, પ્રિતેશભાઇ પિપળીયા વિગેરે આગેવાનો જોડાયા હતા તેમ યાદીમાં  જણાવ્‍યું છે.

ભૂમિદાનની સેવા પ.ભ.કલાભાઇ તેમજ જસ્‍મત વેકરીયા, મુખ્‍ય દાતા તરિકેની સેવા શ્રી ચેતનભાઇ રામાણી, ગિરીશભાઇ બારસીયા સહિતના હરિભક્‍તોએ સ્‍વીકારી છે.

તદુપરાંત ૨૫૦૦ રૂ પ્રતી સ્‍કવેર ફૂટની સેવા પહોંચાડી આપ પણ પુણ્‍યના ભાગીદાર બની શકો છો.તેમ એક યાદીમાં જણાવાયું છે.

(3:57 PM IST)