<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

ભગવાન દત્તાત્રેયજીનું અક્ષય નિવાસ સ્‍થાન એટલે ગુરુશિખર ગિરનાર દત્તાત્રેય અને કમંડળકુંડ ધૂણો

 

જુનાગઢઃ ભગવાન દત્તાત્રેયજી એ ૧૨૦૦૦ વર્ષ સુધી દત્તશિખર પર તપસ્‍યા કરી અને એજ જગ્‍યા એટલેકે દત્ત શિખર પર આકાર થી નિરાકાર અને સગુણથી નિર્ગુણ થયા અને તેમના ચરણ પાદુકા આજે પણ દર્શનીય છે.દેશ વિદેશ થી લાખો ભક્‍તો અહીં દર્શન કરે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે, દતાત્રેય ગુરુશિખર સાથે દત્તાત્રેય ધુણા ના દર્શન કરે છે. અહીં આ પળથ્‍વી પર નું સૌથી જૂનું અન્નક્ષેત્ર ચાલે છે જ્‍યાં પ્રસાદ લઇને સર્વે શ્રદ્ધાળુઓ તળપ્તિનો અનુભવ કરે છે. દર વર્ષે દત્તાત્રેય જયંતિ પર દત્તાત્રેય ભગવાનના ચરણ પાદુકા નો મહાઅભિષેક થાય છે તેમજ દત્તાત્રેય ભગવાન નું પૂજન અને દત્તયાગ યજ્ઞ થાય છે.આજે દતાત્રેય ગુરુશિખર અને દત્તાત્રેય ધુણાના લાખો શ્રદ્ધાળુઓ એ ગુરુદત્તમહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્‍યા. દત્તશિખરના શ્રી મહેશગીરીબાપુએ સર્વે જીવના કલ્‍યાણ માટે પ્રાર્થના કરી અને આશીર્વાદ આપ્‍યા હતા.(અહેવાલઃ વિનુ જોશી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:44 PM IST)