તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
નવેમ્બરમાં વેપાર ખાધ 37.8 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી :સોનાની આયાતમાં ધરખમ ઉછાળો
એપ્રિલ-નવેમ્બર 2024 દરમિયાન દેશની પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં 18.9 ટકાનો વાર્ષિક ઘટાડો થયો

નવી દિલ્હી :ભારતને આર્થિક મોરચે મોટો ઝાટકો લાગ્યો છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે નવેમ્બર મહિના દરમિયાન દેશની વ્યાપાર ખાધ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો છે. દેશમાંથી થઈ રહેલી નિકાસમાં ઘટાડો તથા આયાતમાં વિક્રમજનક ઉછાળો આવતા આ સ્થિતિ જોવા મળી છે.
નવેમ્બર મહિના દરમિયાન ચીજવસ્તુઓની નિકાસ વાર્ષિક ધોરણે 4.85 ટકા ઘટીને 32.11 અબજ ડોલર રહી છે. ગયા વર્ષની સમાન અવધિમાં 33.75 અબજ ડોલર નિકાસ થઈ હતી.આ દરમિયાન સોનાની આયાત 14.8 અબજ ડોલરની અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી છે.
સત્તાવાર આંકડાકીય માહિતી પ્રમાણે નવેમ્બર મહિનામાં આયાત 27 ટકા વધીને 69.95 અબજ ડોલર પહોંચી છે,જે એક વર્ષ અગાઉ 55.06 અબજ ડોલર હતી. ગયા મહિને આયાત કરવામાં આવેલી વસ્તુઓમાં સોનાની સૌથી મહત્વની ભૂમિકા રહી હતી. આ દરમિયાન સોનાની આયાત 14.8 અબજ ડોલર સાથે અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી.
સમીક્ષા હેઠળની અવધિમાં દેશની વ્યાપાર ખાધ એટલે કે ટ્રેડ ડેફિસિટ 37.84 અબજ ડોલરના વિક્રમજનક લેવલ પર પહોંચી છે. આ વર્ષે ઓક્ટોબરમાં દેશમાંથી થતી નિકાસ 17.25 ટકા વધી 39.2 અબજ ડોલર રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-નવેમ્બર દરમિયાન નિકાસ કૂલ 2.17 ટકા વધી 284.31 અબજ ડોલર રહી છે, જ્યારે આયાત 8.35 ટકા વધી 486.73 અબજ ડોલર થઈ છે.
ભારતની નિકાસમાં જે ઘટાડો થયો છે તેની પાછળ મુખ્ય કારણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં થયેલ ઘટાડો જવાબદાર છે. પ્રાઈઝમાં ઘટાડાની અસર જોવા મળી છે. એપ્રિલ-નવેમ્બર 2024 દરમિયાન દેશની પેટ્રોલિયમ પેદાશોની નિકાસમાં 18.9 ટકાનો વાર્ષિક ઘટાડો થયો છે. નોન-પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં સુધારો થયો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
