તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
જામનગરમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં પરેડ : ડોગ સ્કવોર્ડ અને અશ્વની કામગીરીનું નિદર્શન

જામનગર : જામનગરમાં રાજકોટ રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં રવિવારે સવારે જિલ્લા પોલીસની પરેડ યોજાઇ હતી. વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આઈજી અશોક કુમાર યાદવ જામનગર જિલ્લાના પ્રવાસે હતા. તેમના દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન ની વિઝીટ લઈ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ગઈકાલ રવિવારે વહેલી સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસપી પ્રેમસુખ ડેલૂ અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની પરેડ યોજાઇ હતી. આ પરેડ દરમિયાન પોલીસ વિભાગની કામગીરી ની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ ડોગસ્કવોર્ડ અને પોલીસના અશ્વની પણ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ((અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા) જામનગર.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
