<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

નાગપુરથી પ્રસિધ્‍ધ થતા ગુર્જર પુષ્‍પનો દળદાર અંક

મહારાષ્‍ટ્રના નાગપુરથી છેલ્લા ર૯ વર્ષથી નિયમિત પ્રકાશિત થતાં ‘‘ગુર્જર પુષ્‍પ'' નો દળદાર -સુંદર દિવાળી અંક મનમોહક બન્‍યો છે. શ્રી હરેન્‍દ્રભાઇ તન્‍નાએ વિદર્ભથી શરૂ કરેલ આ સાહસ એક પછી એક ડગલે આગળ ભરતા થઇ વટવૃક્ષ સમક્ષ બની ગર્યુ છે.

હરેન્‍દ્રભાઇનું જીવનસૂત્ર છે ‘‘જલસો'' હરેન્‍દ્રભાઇએ આ સૂત્રને જીવનમંત્ર બનાવી દીધો છે અને આજે જૈફ ઉંમરે પણ જીવનને ખૂબ આનંદથી જલસાથી માણે છે. તેમને જલારામ બાપામાં, શ્રીજી બાવામાં આત્‍મ શ્રદ્ધા છે. તેઓ હંમેશા કહે છે  વ્‍યકિત કયારેય એકલો સુખી નથી બની શકતો સુખમાં અન્‍ય સાથે સહભાગી બને તો જ પોતે સુખી થઇ શકે.

સર્વ સમાજને સાથે લઇ ચાલતા હરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં દિવાળી અંકમાં અનેક વિષયોને આવરી લેતા ડો. હંસાબેન વૃજલાલ શુકલા, રમેશભાઇ હળવદિયા, હેમાબેન રાજા, હરિકૃષ્‍ણ શાષાી, સુરત ઇલા શુકલા, ભરત‘કુમાર' પ્રા.ઠાકર, રમેશ રાડિયા, રાજકોટ, નંદલાલ  ગઢિયા, નિલેષ ત્રિવેદી, હર્ષદભાઇ રાવલના લેખો પ્રસિધ્‍ધ થયા છે.

શ્રી હરેન્‍દ્રભાઇ રતિલાલ તન્‍ના  વિદર્ભની ગુજરાતી રંગભૂમિના ભિષ્‍મ પિતામહ ગણાય છે. નાગપુરના સમાજ શ્રૈષ્‍ઠી, પત્રકાર, લેખક અને ગુર્જર પુષ્‍પ સાપ્‍તાહિકના જનક તરીકે માન ધરાવે છે (મો. ૯૮ર૩૧૭૦૪પ૬)

(12:19 PM IST)