<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પોરબંદરમાં ઝેરી પાણીની નનામીઃ કાળા કપડાં પહેરીને હજારો લોકો જોડાયાં

જેતપુરના સાડી ઉદ્યોગોનું કેમીકલ્‍સ યુકત ઝેરી પાણી પોરબંદરના દરિયામાં છોડવા સરકારના પ્રોજેકટ સામે જબરો વિરોધઃ ખારવા સમાજ આયોજીત અંતિમયાત્રામાં અન્‍ય વિવિધ તમામ સમાજના લોકો જોડાયા

પોરબંદર તા.૧૬: જેતપુરના ઝેરી પાણી દરીયામા છોડવા સામે વિરોધ કરવા ખારવા સમાજ દ્વારા બ્‍હોળી સંખ્‍યામા બોટ માલિકો, પિલાણા માલિકો, અને માછીમાર એકત્રીત થયેલ હતા. અને જેતપુર ના ઝેરી પાણી પ્રશ્ન પોરબંદર ખારવા સમાજ અને ‘‘સેવ પોરબંદર સી'' દ્વારા જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રાનુ આયોજન કરવામા આવેલ હતુ.

માછીમાર સમાજના યુવા ભાઈઓ-બહેનો, વડીલો ખુબ જ મોટી સંખ્‍યામા પંચાયત મંદિરે થી એકત્રીત થઈ ને સ્‍કુટર રેલી યોજીને ખારવાવાડથી શિતલાચોક, હરીશ ટોકીઝ, રેલ્‍વે સ્‍ટેશન રોડ, વાડીપ્‍લોટ થી લઈને નરસંગ ટેકરી વિસ્‍તાર માથી જેતપુરના ઝેરી પાણીની સ્‍મશાન યાત્રામા સાથે જોડાઈને સ્‍મશાન યાત્રા કાઢવામા આવેલ હતી. આ સ્‍મશાન યાત્રાનો હેતુ એવો હતો કે જેતપુરના જે કેમીકલ યુક્‍ત પાણી દરીયામા નિકાલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યોજના બનાવવામા આવેલ છે તે જેતપુર નુ કેમીકલ યુકત ઝેરી પાણી દરીયામા ઠાલવશે તો દરીયાખેડુ તેમજ જમીનખેડુ ને ખુબ મોટી નુક્‍શાનીઓ સહન કરવી પડશે. તેમજ પોરબંદર જીલ્લાના લોકોને રોજગારી મેળવી ખુબ જ મુશ્‍કેલ થઈ જશે.

તેમના માટે પોરબંદર ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તેમજ પંચપટેલ/ટ્રસ્‍ટીશ્રીઓ, પોરબંદર માછીમાર બોટ એસો.ના પ્રમુખશ્રી મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્‍બરશ્રીઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો.ના પ્રમુખ ભાસ્‍કરભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્‍બરશ્રીઓ, ‘‘સેવ પોરબંદર સી'' ના ડો. નુતનબેન ગોકાણી તેમજ સભ્‍યશ્રીઓ, નવીબંદર સમાજ, વણાકબારા સમાજ, વણકર સમાજ, મ્‍હેર સુપ્રીમ કાઉન્‍સીલ, રાજપુત સમાજ, દાઉદી વ્‍હોરા સમાજ, મુસ્‍લીમ સમાજ, કોરી સમાજ, રબારી સમાજ, વાલ્‍મીક સમાજ, ભારત વિકાસ પરિષદ, ચેમ્‍બર ઓફ કોર્મસ, લોહાણા સમાજ, સોની સમાજ, ગોલારાણા સમાજ, ડીસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોર્મસ, રાજકીય આગેવાનો અનેક પત્રકાર મિત્રો, ભોંય સમાજ, બજરંગ દળ, વિશ્વ હિન્‍દુ પરિષદ, શૈક્ષણિક સંસ્‍થાઓ, તેમજ પોરબંદરની અનેક સમાજો તથા સેવા ભાવી સંસ્‍થાના પ્રમુખો તથા કમીટી મેમ્‍બરશ્રીઓ જોડાયા હતા. અને રેલીને સફળ બનાવેલ હતી. અને પોરબંદર જીલ્લાના રોજગાર ને કેવી રીતે જીવંત રાખવો તેવા વિચાર સાથે પોરબંદર ના તમામ નાના-મોટા વેપારી મિત્રોનો સહકાર પુરી રીતે આપવામા આવેલ હતો. અને જો આવી જ રીતે બધા લોકોનો સહકાર મળતો રહેશે તો પોરબંદરના દરીયાખેડુ અને જમીનખેડુ તેમજ નાના-મોટા વેપારી સાથે કોઈ અન્‍યાય કરી શકશે નહી તેવો એક સાથે સુર નિકળેલ હતો, ઝેરી પાણીની નનામી સાથે નિકળેલ અંતિમયાત્રામાં કાળા કપડા પહેરીને હજારો લોકો જોડાયા હતા તે તસ્‍વીરો.(તસ્‍વીરઃ પરેશ પારેખ, પોરબંદર)

(2:20 PM IST)