<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

રાજકોટ એસ.ટી. ડીવીઝનને પ નવી વોલ્‍વો બસ ફાળવાઇ રાજકોટ થી ભુજ અને રાજકોટ-નાથદ્વારા વચ્‍ચે દોડશે

ભુજનું ભાડુ રૂા. ૬૩૪ તથા નાથદ્વારાનું રૂા. ૧૩૭૧ ભાડુ જાહેરઃ રૂટના તમામ પત્રક પણ જાહેર કરાયા

રાજકોટ, તા. ૧૬: સરકારના ગોલ્‍ડન ગોલ ધ્‍યાને લઇ  રાજયની પ્રજાને મુસાફરી દરમ્‍યાન વધુ સુખાકારી યુકત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી એસ.ટી. નિગમ દ્વારા સૌપ્રથમ વર્ષ ર૦૧૦ થી અમદાવાદ-વડોદરા વચ્‍ચે ૧૦ પ્રીમીયમ વાહનો સંચાલનમાં મુકી શરૂઆત કરેલ હતી. આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા નિગમ દ્વારા ઉતરોતર વધારો કરી નવીન ૧૦૦ વોલ્‍વો બસ મુસાફરોની સેવામાં મુકવામાં આવનાર છે જે પૈકી ૧૦ બસો મળી જવા પામેલ છે. હજુ આગામી ટુંક સમયમાં અન્‍ય ૪૦ વોલ્‍વો બસ પણ મુસાફરોની સેવામાં મુકવામાં આવનાર છે.

રાજકોટ વિભાગ ખાતે દિવાળીની સિઝન દરમ્‍યાન ૧૦ નવીન વોલ્‍વો ફાળવવામાં આવેલ તેમજ આજરોજ અન્‍ય પ નવીન વોલ્‍વો બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવતા, આ બસ ભુજ તથા નાથદ્વારા રૂટ પર ચલાવવામાં આવશે તેમ ડિવિઝનલ નિયામકશ્રી કલોતરાએ ‘અકિલા' ને જણાવ્‍યું હતું.

તેમણે જણાવેલ કે રાજકોટ થી ભુજનું ભાડુ રૂા. ૬૩૪, વાયાઃ  મોરબી, સામખીયાળી, ગાંધીધામ, ભચાઉ તથા રાજકોટથી નાથદ્વારાનું ભાડું રૂા. ૧૩૭૧ વાયાઃ મોરબી, અમદાવાદ, હીમતનગર, શામળાજી, ઉદેપુર બસો દોડશે બસોના રૂટમાં રાજકોટ થી ભુજ ૦૬:૦૦, ૧રઃ૩૦, ૧૭:૩૦, ભુજથી રાજકોટ ૦પઃ૦૦, ૧૦:૦૦, ૧૩:૦૦, રાજકોટ થી નાથદ્વારા ૧૬:૩૦ અને નાથદ્વારાથી રાજકોટ ૧૬:૩૦ બસો ઉપડશે.

વોલ્‍વો બસોની વિશેષતાઓમાં જોઇએ તો, ૪૭ સીટીંગ કેપેસીટી, ર×ર લેધર અને આરામદાયક પુશબેક સીટ, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જીગ ફેસીલીટી તથા ફાયરસેફટી માટે અધ્‍યતન સ્‍પ્રિકલ સિસ્‍ટમનો સમાવેશ થાય છે

(3:07 PM IST)