News of Monday, 16th December 2024
ટ્રેનની સુવિધા વધારવા રેલ્વેમંત્રી સમક્ષ રામભાઇ મોકરીયાની રૂબરૂ રજૂઆત
લાંબા અંતરની ટ્રેનો, સૌરાષ્ટ્ર-કચ્છને જોડતી ટ્રેન, સિનીયર સિટીઝન્સ માટે ડિસ્કાઉન્ટ સહિતના મુદ્દે યોગ્ય કરવા અશ્વિની વૈષ્ણવ સમક્ષ માંગણી

રાજકોટ તા. ૧૬: સૌરાષ્ટ્રને રેલવેને લગતા પ્રશ્નો બાબતે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને રૂબરૂમાં મળી તેઓશ્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે.
રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે કે, રાજકોટ સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાય છે.અત્યારે રાજકોટની વસ્તી અંદાજે ૪૫ લાખ કરતા વધારે ની વસ્તી છે.તેમજ રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ અને કોમર્સ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ પડતું શહેર છે.અને રાજકોટની આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ હરિદ્વાર જવા માટે રેલવેનો ઉપયોગ કરતા હોય છે અને હરિદ્વાર જવા માટે ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મળતી નથી. વેઇટિંગ વધારે હોય છે. હાલમાં રાજકોટ થી હરિદ્વાર જવા માટે ટ્રેન નંબર ૧૯૫૬૫ ઓખા દેહરાદુન વિકલી ટ્રેન ઉપલબ્ધ છે. આ સિવાય હરિદ્વાર જવા માટે એક પણ ટ્રેન ઉપલબ્ધ નથી. ટ્રાફિક પૂરતા પ્રમાણમાં મળી રહેશે જેથી સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ હરિદ્વાર જવા માટે દરરોજ રાજકોટ થી હરિદ્વાર ની ટ્રેન આપવા માટે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ને ભારપૂર્વક રજૂઆત કરી છે.
કોરોના પહેલા રાજકોટ થી મુંબઈ સેન્ટ્રલ જવા માટે ઉપડતી ટ્રેન ૨૨૯૪૬ સૌરાષ્ટ્ર મેલ સાંજના ૧૭:૩૫ વાગે ઉપડતો હતો અને બોરીવલી સવારે ૭:૦૦ વાગે પહોંચાડતો હતો તે જ ઙ્કમાણે રાજકોટ થી બાંદ્રા જવા માટે ટ્રેન નંબર ૧૯૨૧૮ સૌરાષ્ટ્ર જનતા બપોરના ૧૫: ૩૦ વાગે ઉપડતી હતી અને બોરીવલી ખાતે વહેલી સવારે ૫:૩૦ વાગે પહોંચાડતી હતી આ બંને ટ્રેનો સૌરાષ્ટ્રના લોકોને મુંબઈ જવા માટે ખૂબજ અનુકૂળ હતી.આ બંને ટ્રેનમાં જવા માટે વધુ પ્રમાણમાં પ્રવાસીઓનો ઘસારો રહેતો હતો. પરંતુ અચાનક આ બંને ટ્રેનના ટાઈમ બદલી નાખવામાં આવ્યા છે. જેથી મુસાફરોને બોરીવલી રેલ્વે સ્ટેશન ઉપર વહેલી સવારે ત્રણ વાગ્યે આ ટ્રેન પહોંચતી હોવાથી મુસાફરોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય આ બાબતે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા પાસે રૂબરૂમાં તથા લેખિતમાંપણ વધુ પ્રમાણમાં રજૂઆતો આવતી હતી જેથી આ બંને ટ્રેનોને તેમના અગાઉના શિડ્યુલ મુજબ રાજકોટ થી મુંબઈ જવા માટે શરૂ કરાવે તેવી ભારપૂર્વક રજૂઆત રામભાઇ મોકરીયાએ કરેલી છે.
જામનગર થી મુંબઈ સેન્ટ્રલ જતી ટ્રેન નંબર ૧૨૨૬૮ જામનગર દુરંતો ટ્રેન બોરીવલી સ્ટેશન ખાતે સ્ટોપેજ ન હોવાથી સૌરાષ્ટ્રના પેસેન્જરને ફરજિયાત મુંબઈ સેન્ટ્રલ ઉતરવું પડે છે અને પરતમાં અન્ય ટ્રેન દ્વારા બોરીવલી પરત આવવું પડે છે. પેસેન્જરોને સાથે લગેજ હોવાથી ખૂબ મુશ્કેલી ઊભી થાય છે. મુંબઈ જતા મુસાફરોમાં ૯૦ ટકા મુસાફરો બોરીવલી સ્ટેશન ખાતે ઉતરી જતા હોય છે. જેથી મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે બોરીવલી ખાતે સ્ટોપેજ આપવા માટે રજૂઆત કરેલી છે. અગાઉ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર સાથે સંસદ સભ્યોને રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના રેલવેના પ્રશ્નો બાબતે ૨૮/૬/૨૦૨૩ ના રોજ મીટીંગ યોજાયેલી તે મિટિંગમાં અમદાવાદ સુધી આવતી લાંબા અંતરની ૧૦ ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી આ રજૂઆત બાબતે રેલવે મંત્રીશ્રીએ તારીખ૧૩/૯/૨૦૨૩ના રોજ છ ટ્રેનોને લંબાવી આપેલી આ ટ્રેનોને તુરંત રાજકોટ સુધી ઝડપથી ચાલુ કરવા માટે આજે ભારપૂર્વક રજૂઆત કરેલી જેનો રેલ્વેમંત્રીશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપેલો છે.
અગાઉ સિનિયર સિટીઝનને રેલવે ટીકીટ માં કન્સેસન આપવામાં આવતું હતું તે કન્સેશન આપવાનું હાલમાં બંધ છે તે ફરી ચાલુ કરવી રેલવેમાં લોકલ ભાડું તેમજ એક્સપ્રેસ ભાડું એક સરખું છે તેને બદલે લોકલ ભાડુ એક્સપ્રેસ ટ્રેનના ભાડા કરતા ઓછું હોવું જોઈએ તે સુધારો કરવો. પોરબંદર થી રાજકોટ વાયા જેતલસર જવા માટે એક જ ટ્રેન સવારના ઉપલબ્ધ છે તેને બદલે વધુ ટ્રેનની સંખ્યા વધારવી. અગાઉ રાજકોટ થી વેરાવળ જવા માટે વહેલી સવારે ૫-૩૦ વાગે લોકલ ટ્રેન ઉપડતી હતી તેમાં ટ્રાફિક પણ પૂરતા ઙ્કમાણમાં મળતો હતો છતાં પણ આ ટ્રેન બંધ કરી દેવામાં આવેલ છે તેને ફરીથી ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.
રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાંથી રાજસ્થાનના રામદેવરા ખાતે જવા માટે મુસાફરોનો મોટો વર્ગ છે આઅ મુસાફરોને સીધી રામદેવરા જવા માટે કોઈ ટ્રેન નથી જેથી લોકોને ઙ્કાઇવેટ વાહનોમાંજવું પડે છે તેથી ખર્ચ ની રીતે પણ ખૂબ મોંઘુ પડતું હોય તેમ જ સમયની પણ બરબાદી થતી હોય અને રામદેવરા જવા માટેસૌરાષ્ટ્રમાંથી જવા માટે મુસાફરોનો મોટા પ્રમાણમાં ઘસારો રહેતો હોવાથી રાજકોટ થી રામદેવરા જવા માટે ટ્રેન ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વહેલી સવારે જામનગરથી ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન નંબર ૨૨૯૬૦ બાંદ્રા સુધી જતી હતી તે ટ્રેનને અચાનક વડોદરા સુધી જ ચાલુ રાખેલ છે તે ટ્રેન ફરીથી બાંદ્રા સુધી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
અગાઉ ટ્રેન નંબર ૯૫૦૧/૯૫૦૨ રાજકોટ ભુજ ટ્રેન ચાલુ હતી તે ટ્રેન બંધ કરી દેવામાં આવેલ છે તેને ફરીથી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૭૦૩ અમદાવાદ ઉદયપુર નાથદ્વારા ટ્રેન વાયા હિંમતનગર થઈને ચાલે છે તે ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે. અગાઉ રાજકોટ મોરબી વચ્ચે મેમુ ટ્રેન ચાલતી હતી આ ટ્રેન કોઈ કારણ વિના અચાનક બંધ કરી દેવામાં આવેલ છે. વહેલી. સવારે રાજકોટ થી મોરબી જવા માટે પેસેન્જર માટે ખૂબ ઉપયોગી હોવાથી ચાલુ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ઉપરોક્ત ટ્રેનો બાબતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ રજૂઆતો બાબતે હકારાત્મક અભિગમ અપનાવેલ છે. તેમ રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું છે.
(3:08 PM IST)










