તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
બહુચરાજી દેલપુરા ગામના 10 બાળકને ફૂડ પોઇઝનિંગ: મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા
સ્કૂલ કમ્પાઉન્ડમાં અજાણ્યા વૃક્ષના ફળ ખાવાથી બાળકોને અસર થવા પામી હોવાનું સામે આવ્યું

મહેસાણાના બહુચરાજી દેલપુરા ગામના 10 બાળકને ફૂડ પોઇઝનિંગની અસર થવા પામી છે. દેલપુરા પ્રાથમિક સ્કૂલ કમ્પાઉન્ડમાં અજાણ્યા વૃક્ષના ફળ ખાવાથી બાળકોને અસર થવા પામી હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઇઝનિંગની અસર પામેલા તમામ બાળકોને બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બહુચરાજી સિવિલના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર કરી મહેસાણા સિવિલ હોસ્પિટલ રીફર કરાયા છે. બાળકોના પરિવારજનોનો શાળા સ્ટાફ પ્રત્યે રોષની લાગણી છે. આ પ્રકારના તમામ વૃક્ષો શાળા સંકુલમાંથી હટાવી દેવા રજુઆત કરાશે
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
