તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 16th December 2024
આ કંકોતરીએ ધૂમ મચાવી છે સોશ્યલ મીડિયા પર
પહેલો ટોણો મારતાં લખવામાં આવ્યું છે કે તમારી હાજરીની અમારાં લગ્નમાં ખૂબ જરૂર છે, કારણ કે તમે ન આવ્યા તો અમારાં લગ્નમાં ભોજનની બૂરાઈ કોણ કરશે ? : ભારતીય લગ્નોમાં જોવા મળતા પરિવારજનોના અને મહેમાનોના વર્તન પર આ વેડિંગ કાર્ડમાં જબરદસ્ત કટાક્ષ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૧૬: ઇન્ટરનેટ પર લગ્નની હકીકતો બયાન કરતી એક ટાઇમપાસ કંકોતરીએ ધૂમ મચાવી છે. ભારતીય લગ્નોમાં જોવા મળતા પરિવારજનોના અને મહેમાનોના વર્તન પર આ વેડિંગ કાર્ડમાં જબરદસ્ત કટાક્ષ કરવામાં આવ્યો છે. ત્રણ પાનાંની આ કંકોતરીમાં પહેલા પાને લગ્નની, બીજા પાને રિસેપ્શનની અને ત્રીજા પાને RSVPની વાત છે.
શર્માજી કી લડકીનાં ગોપાલજી કા લડકા સાથેનાં લગ્નના આ કાર્ડમાં મહેમાનોને પહેલો ટોણો મારતાં લખવામાં આવ્યું છે કે તમારી હાજરીની અમારાં લગ્નમાં ખૂબ જરૂર છે, કારણ કે તમે ન આવ્યા તો અમારાં લગ્નમાં ભોજનની બૂરાઈ કોણ કરશે?
કાર્ડમાં શર્માજી કી લડકીને ‘પઢાઈ મેં તેજ' કહેવામાં આવી છે, જ્યારે ગોપાલજી કા લડકાના પરિચયમાં ‘બી.ટેક. કરકે દુકાન સંભાલતા હુઆ' લખવામાં આવ્યું છે.
રિસેપ્શનના પાને પહેલો ટોણો રિસામણા રિશ્તેદારોને મારવામાં આવ્યો છે, એમ લખીને કે શાદી હો ગયી, અબ બારી હૈ બુઆ ઔર ફુફાજી કે ક્લેશ કી. રિસેપ્શનનો ટાઇમ 7 PM ONWARDS લખવામાં આવ્યો છે, પણ એની નીચે ચોખવટ કરવામાં આવી છે કે અમે પોતે ૮.૩૦ વાગ્યા સુધી આવીશું.
રિસેપ્શન માટેની કેટલીક ગાઇડલાઇન્સ પણ લખવામાં આવી છે :
(૧) મહેરબાની કરીને તમારાં બાળકોને કન્ટ્રોલમાં રાખજો, આટલું મોંઘું સ્ટેજ તેમનું પ્લેગ્રાઉન્ડ નથી. (૨) ફુફાજી સે ઝરૂર મિલકે જાએં, વરના ઉનકા મુંહ ગોલગપ્પે જૈસે ફૂલ જાતા હૈ. (૩) ખાના ખાને જાના, પર સિર્ફ એક બાર - એક પ્લેટનો રેટ બે હજાર રૂપિયા છે યાર.
ત્રીજા પાને RSVPનું ફુલ ફૉર્મ - રિશ્તેદાર સારે વહી પકાઉ લખીને તેમની કટાક્ષભરી લાક્ષણિકતાઓ વર્ણવવામાં આવી છે અને છેલ્લે કડક સૂચના આપતાં કહેવામાં આવ્યું છે કે કોઈએ ગિફ્ટ ન લાવવી, ફક્ત ગૂગલપે અથવા કૅશ; અમને ૭ ડિનર-સેટ અને ૨૦ ફોટોફ્રેમ ઑલરેડી મળી ચૂકયાં છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
