<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

લાશની ઓળખ મેળવી, આરોપી બીજી ટ્રેનમાં બેસી નાસે તે પહેલા ખાસ ઓપરેશનમાં ઝડપી લેવાયેલ

મુળ રાજકોટનાં વતની એવા પોલીસ અધિકારી સુરતમાં ઝળહળી ઊઠયા, વિશેષ બહુમાન અસામાજિક તત્‍વો સામેના પોલીસ કમિશનરનાં જંગમાં વિશેષ યોગદાન આપનારા ૨૦૦ પોલીસ અધિકારી અને સ્‍ટાફની પીઠ થાબડવામાં આવી

 રાજકોટ તા. ૧૬ : સુરતના લોકોના સહયોગથી નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાન, રીઢા ગુનેગારોને વીણી વીણીને પાસાનાં પિંજરે  પૂરવા , મિલકત વિરોધી ગુન્‍હાના વોન્‍ટેડ આરોપીઓને રાજ્‍ય બહારથી પણ પકડી પાડવા સહિતના પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતનાં અભિયાનમાં આમ તો સુરત પોલીસનું આખું દળ કટક જોડાયું છે, પરંતુ સુરત પોલિસના તમામ પોલીસ મથકના કેટલાક પીઆઇ તથા સ્‍ટાફ પોલીસ કમિશનરની આવી નિષ્ઠાથી પ્રભાવિત બની ખૂબ જહેમત પૂર્વક ફરજ બજાવી રહ્યા છે, આવા પોલીસ અધિકારીઓના સ્‍ટાફનાં નામો મંગાવી તેમના વિશિષ્ઠ બહુમાનનો કાર્યક્રમ યોજાયેલ , જેમાં મૂળ રાજકોટનાં વતની એવા પીઆઇ તુષાર પંડયાનો પણ સમાવેશ થતાં શુભેચકોમાં હર્ષની લાગણી ફેલાવા સાથે તેમના પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે.

મૂળ રાજકોટના અને હાલ સુરતમાં ચૉક બજાર વિસ્‍તારમાં સેકન્‍ડ પીઆઇ તરીકે ફરજ બજાવતા તુષાર પંડ્‍યાએ પીઆઇ વાગડીયા તથા સ્‍ટાફના સહયોગથી વણ ઓળખાયેલ લાશનો પતો મેળવી, સીસીટીવી કેમેરા, મૈન ઇન્‍ટેલિજન્‍સ વિગેરે તમામ સોર્ષનો ઉપયોગ કરી આરોપીઓ નાશી જાય તે પહેલાં ભરૂચ રેલવે પોલીસ સ્‍ટેશનથી પકડી પાડયા હતા. આ રીતે ખૂબ નિષ્ઠાપૂર્વક, જહેમતથા આખી કામગીરી માટે સતત જેવો માર્ગદર્શન પૂરું પડતા હતા તેવા સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની કસોટીમાંથી પાર ઉતરતા પીઆઇ વાગડીયા અને પીઆઇ તુષાર પંડ્‍યા ટીમનું અનુપમસિહ ગેહલોત સહિતના અધિકારીઓ દ્વારા વિશેષ બહુમાન કરેલ. ચોક બજાર જેવા ખૂબ સંવેદનશીલ વિસ્‍તારની જવાબદારી સેકન્‍ડ પીઆઇ તરીકે તુષાર પંડ્‍યાને પણ રાજકોટ બેંક ગ્રાઉન્‍ડ તથા તાપી વ્‍યારા પંથકમાં બજાવેલ કામગીરી આધારે નિમણૂક આપેલ છે. જે સાર્થક સાબિત થયેલ છે.

(3:42 PM IST)